ગોરખપુર (Gorakhpur) માં સ્થિત મહાદેવ ઝારખંડી મંદિર ભોલેનાથના ભક્તોનું મુખ્ય કેન્દ્ર છે. સાવન મહિનામાં, વિવિધ રાજ્યોમાંથી લાખો શિવભક્તો અહીં બાબા ભોલેના આશીર્વાદ લેવા આવે છે. આ મંદિર પાસે વિશાળ મેળો ભરાય છે. શિવભક્તોએ એકવાર આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી અને દર્શન કરવા. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ મંદિરની ઉપર કોઈ છત નથી.
ઝારખંડી નામ કેવી રીતે પડ્યું?
ઝારખંડી મહાદેવ મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર પહેલા અહીં ચારે બાજુ જંગલ હતું. આ શિવલિંગ પર કુહાડીના ઘણા નિશાન છે. જંગલ હોવાના કારણે આ શિવલિંગ હંમેશા પાંદડાઓથી ઢંકાયેલું રહેતું હતું. એટલા માટે મંદિરનું નામ મહાદેવ ઝારખંડી મંદિર પડ્યું.
પથ્થરમાંથી લોહી નીકળ્યું
એવું કહેવાય છે કે લાકડા કાપનારાઓ અહીંથી લાકડા કાપતા હતા. એકવાર લાકડા કાપતી વખતે કુહાડીના ફટકાથી પથ્થરમાંથી લોહી નીકળતું જોયું. આ પછી, લાકડા કાપનાર તે શિવલિંગને ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો, તેટલું જ શિવલિંગ નીચે ડૂબતું ગયું . જે પછી ભગવાન શિવે જમીનના માલિકને સ્વપ્નમાં દર્શન આપ્યા અને શિવલિંગ વિશે જણાવ્યું. ઘણા દિવસ દૂધનો અભિષેક કર્યો અને પછી શિવલિંગ બહાર આવ્યું હતું.
પીપળના ઝાડમાં શેષનાગનો આકાર છે
શિવલિંગની બાજુમાં એક વિશાળ પીપળનું વૃક્ષ છે. પાંચ વૃક્ષો મળીને તે એક વૃક્ષ ઉગ્યું છે. જેના કારણે આ પીપળના મૂળ પાસે શેષનાગનો આકાર બન્યો છે. તેથી જ તેને શેષનાગનું સ્વરૂપ માનીને તેની પૂજા કરવામાં આવે છે. આ આકાર લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે.
મંદિર ઉપર છત નથી
ઝારખંડી મહાદેવ મંદિરમાં શિવલિંગ ખુલ્લા આકાશમાં છે. ખાસ વાત એ છે કે આ મંદિર પર કોઈ છત નથી. ઘણી વખત શિવલિંગ પર છત નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈને કોઈ કારણોસર તે પૂર્ણ થયું ન હતું. ત્યાર બાદ શિવલિંગને ખુલ્લામાં રાખવામાં આવે છે અને તેની ઉપર પીપળના ઝાડનો છાંયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.