શૈક્ષિણક વર્ષ 2023-24 થી B.Com, B.A, B.Sc, ગ્રેજ્યુએશન થઇ જશે આટલા વર્ષનું- આ યુનિવર્સિટીનો મોટો નિર્ણય

ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)ની સિન્ડિકેટ અને એકેડેમીક કાઉન્સિલ(Syndicate and Academic Council)ની એક બેઠક યોજાઈ હતી. અગાઉના બાકી રહેલા કામોના મંજૂરી આપવા ઉપરાંત વિવાદો અંગે રચાયેલી તપાસ…

ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)ની સિન્ડિકેટ અને એકેડેમીક કાઉન્સિલ(Syndicate and Academic Council)ની એક બેઠક યોજાઈ હતી. અગાઉના બાકી રહેલા કામોના મંજૂરી આપવા ઉપરાંત વિવાદો અંગે રચાયેલી તપાસ કમિટીના અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા અને તેના પર ચર્ચા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં નવી શિક્ષણનીતી હેઠળ ગ્રેજ્યુએશન માટે 3 વર્ષને બદલે હવે 4 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. તેમજ જર્જરીત હોસ્ટેલ તોડી ગુજરાત યુનિવર્સિટીના સ્વ-ભંડોળમાંથી નવી હોસ્ટેલ બનાવવા અંગે પણ એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ અત્યાર સુધી જે કોર્ષ માટે ચંદ્રકો નથી અપાતા એ કોર્સમાં પણ સ્વ -ભંડોળમાંથી ગોલ્ડ આપવાની વ્યવસ્થા કરવા અંગે પણ ઠરાવ કરવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભ્યોની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની વાત કરવામાં આવે તો, જર્જરિત હોસ્ટેલને પાડવામાં આવશે અને તેની જગ્યા પર નવી હોસ્ટેલ યુનિવર્સિટીના સ્વ-ભંડોળમાંથી વિદ્યાર્થી માટે બનાવવામાં આવશે. સાથે જ શૈક્ષિણક વર્ષ 2023 – 24 થી બી.કોમ., બી.એ., બી.એસસી., મેડિકલનાં ગ્રેજ્યુએશનમાં અભ્યાસ 3 વર્ષનું હતું જે 4 વર્ષનું થશે. ઓનલાઇન, રેગ્યુલર અને એક્સટર્નલ તમામ કોર્સમાં નવી શિક્ષણનીતીનો અમલ કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને ચાર વર્ષના ગ્રેજ્યુએશન કોર્સની ડિગ્રી મળશે. સાથે સાથે 4 વર્ષ પછી વિદ્યાર્થીને ઓનર્સની ડિગ્રી, 3 વર્ષ બાદ ડિગ્રી, 2 વર્ષ બાદ ડિપ્લોમા અને 1 વર્ષ બાદ સર્ટીફીકેટ કોર્ષ એનાયત કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી તરફથી જે કોઈ વિષયમાં ચંદ્રકો આપવામાં આવે છે, એ સિવાયના બાકાત વિષયોમાં પણ ચંદ્રક એનાયત કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના ભંડોળમાંથી ગોલ્ડ મેડલ આપવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વેધર સ્ટેશન ઉભુ કરવામાં આવશે. યુનિવર્સિટી મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળ તાત્કાલિક અસરથી જાતે જ પ્રવેશ પ્રક્રિયા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં એકાઉન્ટ, પરીક્ષા પદ્ધતિ, ડોક્યુમેન્ટેશન તેમજ રિસર્ચ એક જ પ્લેટફોર્મ પર જોવા મળશે.

મહત્વનું છે કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષિણક વર્ષ 2023 – 24 થી બી.કોમ., બી.એ., બી.એસસી., મેડિકલનાં ગ્રેજ્યુએશનમાં અભ્યાસ 3 વર્ષનું હતું જે 4 વર્ષનું થશે અને 4 વર્ષ પછી વિદ્યાર્થીને ઓનર્સની ડિગ્રી, 3 વર્ષ બાદ ડિગ્રી, 2 વર્ષ બાદ ડિપ્લોમા અને 1 વર્ષ બાદ સર્ટીફીકેટ કોર્ષ એનાયત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *