VIDEO: મહિલા બની મહાકાળી, પીધેલા ને એવો મેથીપાક આપ્યો કે હવે કોઈ દિવસ નશો નહીં કરે

Viral Video: આજકાલ સોશિયલ મીડિયામાં જાતભાતના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એવામાં એક વિડીયો સામે આવ્યો છે જે મહિલાની બહાદુરી દર્શાવે છે. આ મહિલા (Viral Video) એક પુરુષને લાફા વાળી કરતા દેખાઈ રહી છે. તમે જાણશો કે મહિલા શા માટે આ પુરુષને માર મારી રહી છે તો તમે પણ મહિલાના વખાણ કરશો.

હકીકતમાં બન્યું એવું હતું કે મહારાષ્ટ્રના પુણેમાં આ મહિલા બસમાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન એક વ્યક્તિએ મહિલાની છેડતી કરી હતી. પરંતુ મહિલાએ સહન કરવાની બદલે તેનો વળતો જવાબ આપ્યો હતો. તેને બસમાં પકડી લીધો અને સતત લાખાઓ વરસાવી રહી હતી. તે મહિલાએ આરોપીને એક પછી એક 20 થી 25 લાફા જડી દીધા હતા.

પીડિત મહિલા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે
મીડિયા રિપોર્ટ નું માનીએ તો આરોપી દ્વારા છેડતી કરનાર મહિલા પૂર્ણિમા એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. હાલમાં તેની હિંમતની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આજકાલ દેશમાં મહિલાઓ વિરુદ્ધ સતત ગુનાઓ વધી રહ્યા છે, એવામાં આ મહિલાએ એક દાખલો બેસાડ્યો છે.

મહિલા પોતે જ આરોપીને પોલીસ સ્ટેશન લઈ ગઈ
બસમાં છેડતીની ઘટના બન્યા બાદ આરોપીને છોડ્યો ન હતો. મહિલાએ આરોપીને માર માર્યા બાદ તેને ડ્રાઇવરને કહ્યું હતું કે પોલીસ સ્ટેશન તરફ બસ લઈ જાવ. આ મહિલા પોતે જ આરોપીને ઢસડીને પોલીસ પાસે લઈ ગઈ હતી. અને પોલીસને સોંપી તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.