કુંભ મેળાનો ઈતિહાસ છે સદીઓ જૂનો: દેવ-દાનવો સાથે જોડાયેલુ છે રહસ્ય, જાણો પૌરાણિક કથા

MahaKumbh 2025: કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો છે. ભારતના ચાર પવિત્ર શહેરો હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં દર 12 વર્ષે આયોજિત (MahaKumbh 2025) આ મેળામાં લાખો ભક્તો આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ મેળાની પાછળ એક અદ્ભુત પૌરાણિક કથા છુપાયેલી છે?

સમુદ્ર મંથનની વાર્તા
કુંભ મેળાની ઉત્પત્તિ સમુદ્ર મંથનની વાર્તા સાથે જોડાયેલી છે. દંતકથા અનુસાર, દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. આ મંથનમાંથી ઘણી અદ્ભુત વસ્તુઓ બહાર આવી, જેમાંથી એક અમૃત કલશ હતું. અમૃત પીવાથી દેવતાઓ અમર થઈ જાય છે.

અમૃત ચોરી કરવાનો પ્રયાસ
અમૃતના વાસણને લઈને દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં, અમૃત કલશ ઘણી વખત આકાશમાં ઉડ્યું અને તેના કેટલાક ટીપાં પૃથ્વી પર ચાર સ્થળોએ પડ્યા – હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક.

કુંભ મેળાનું આયોજન
એવું માનવામાં આવે છે કે જ્યાં અમૃતના ટીપા પડ્યા તે સ્થાનો પવિત્ર બની ગયા. આ સ્થાનો પર સ્નાન કરવાથી મોક્ષ મળે છે. એટલા માટે આ ચાર સ્થળોએ દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુંભમેળા દરમિયાન આ નદીઓમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઇ જાય છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

કુંભ મેળાનું મહત્વ
કુંભ મેળો માત્ર ધાર્મિક મેળાવડો નથી, પણ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતીક પણ છે. આ મેળો લાખો લોકોને એકસાથે લાવે છે અને સામાજિક એકતાનું પ્રતિક છે.