મહાકુંભમાં ભીડ બેકાબૂ થઈ, SDMની ગાડીમાં તોડફોડ:બેરિકેડ તોડીને ટોળું અંદર ઘૂસ્યું; મૌની અમાસ પર સ્નાન કરવા માટે પ્રયાગરાજમાં ભીડ ઉમટી પડી

Mahakumbh Shahi Snan: મહાકુંભમાં આજે ભારે ભીડ ભેગી થઈ છે. તેથી પોન્ટૂન બ્રિજ નંબર- 15 બંધ કરવામાં આવ્યો. આ અંગે સેક્ટર-20માં લોકોએ વિરોધ શરૂ કર્યો. લોકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું. આ પછી ભીડ હિંસક બની ગઈ. લોકોએ એસડીએમ સદરની કારમાં તોડફોડ કરી.

આ પહેલા, હજારો ભક્તો બેરિકેડ તોડીને મેળામાં અંદર ઘૂસ્યા. ભીડ એટલી હતી કે પોલીસકર્મીઓ પણ લોકોને રોકવાની હિંમત એકઠી કરી શક્યા નહીં. જોકે, અધિકારીઓના આદેશ પર પોન્ટૂન પુલ 13, 14 અને 15 ખોલવામાં આવ્યા હતા.

29 જાન્યુઆરીએ મૌની અમાસનો સ્નાન ઉત્સવ છે. આ તહેવાર પર સંગમમાં ડૂબકી લગાવવા માટે ભક્તો આવવાનું શરૂ થઈ ગયું છે. આના કારણે ભારે ભીડ ઉમટી પડી છે.