આજનાં દિવસને સમગ્ર વિશ્વમાં ‘ગુરૂપૂર્ણિમા’ તરીકે ઉજવવામાં આવે છે. ગુરુપૂર્ણિમા નિમિત્તે એટલે કે આજે BAPSના કરોડો હરિભક્તો આજે સાંજે 5 વાગ્યે મહંતસ્વામી મહારાજનું ઓનલાઇન ગુરુપૂજન કરી શકશે. આની સાથે-સાથે ગુરુકુળ, કાલુપુર સ્વામિનારાયણ અને કુમકુમ મંદિર સહિતનાં બીજાં સંપ્રદાયોમાં પણ ગુરુપૂજનનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે.
આની ઉપરાંત ઓમ પરિવાર સંસ્થા તેમજ ચિન્મય મિશન સંસ્થાએ પણ આ વખતે ઓનલાઇન ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરેલ છે. રવિવારનાં રોજ સવારે 8 વાગ્યે ધ્વજારોહણ કરવમ આવશે અને સાંજે 4.45 થી 6 વાગ્યા સુધીમાં વેદ વ્યાસજીની પૂજા અને ગુરુપાદુકાની પૂજા કરવામાં આવશે, જેનું ચિન્મય મિશન અમદાવાદના ફેસબુક પેજ પર તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
ઓમ પરિવારના વડા યોગીરાજ યોગભિક્ષુજીએ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઘરમાં જ રહીને પ્રભુ-સ્મરણ કરીને ઊજવવા માટેની અપીલ કરી છે. તેમણે આગળ જણાવતાં કહ્યું છે કે, દરેક નાગરિકે પોતાનાં અગત્યના કાર્ય સિવાય બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આજ રોજ એટલે કે ગુરુપૂર્ણિમા ના પરમ પવિત્ર દિવસે મહંત સ્વામી મહારાજનું ગુરુ પૂજન કરવામાં આવશે. તેનો live વિડીયો BAPS ચેનલ પણ પ્રસારણ થશે. અને દરેક હરિભક્તો મહંત સ્વામીના ગુરુપુજનમાં જોઈ શકશે. વેબસાઈટનું નામ છે “www.baps.org”.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news