પુણે(Pune)ના શિવાજી નગર(Shivaji Nagar)ની એક શાળામાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શિવાજી નગરની પ્રખ્યાત શાળામાં બાથરૂમમાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જયારે આરોપીઓ દ્વારા પીડિતાને એવી ધમકી પણ આપવામાં હતી કે આ ઘટના વિશે તે કોઈને કહેશે તો તે યોગ્ય નહિ થાય.
જયારે પીડિત યુવતીએ પોતાના ઘરે આ વાત કરી તો પરિવારના હોશ ઉડી ગયા હતા. મળતી માહિતી અનુસાર પરિવારનાં લોકો યુવતીને લઈને પોલીસ પાસે પહોંચ્યા હતા અને આ ઘટનાની જાણ કરી હતી. પીડિતાની ફરિયાદના આધારે શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધ શરૂ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પુણેમાં શાળાની અંદર એક બાળકી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના પછી ભારે ખળભળાટ મચી ગયો હતો. બાળકીના પરિવારજનો હજુ આ ઘટનામાંથી બહાર આવ્યા ન હતા કે શાળામાં સગીર સાથે આ ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ શાળાની અંદર બાળકોની સુરક્ષા પર પણ અનેક ગંભીર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.