નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે ખોલ્યા પત્તા- મારા પિતા એવી પાર્ટીમાં જશે જ્યાં…. સાંભળીને ભાજપ કોંગ્રેસનું ટેન્શન વધી ગયું

ગુજરાત(gujarat): ખોડલધામ(Khodaldham) ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel)ને રાજકારણમાં જોડાવવા અંગેના મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ટૂંક જ સમયમાં રાજકારણમાં પ્રવેશ કરે તેવી પ્રબળ શક્યતા છે. ત્યારે નરેશ પટેલને આવકારવા કોંગ્રેસ અને આમઆદમીપાર્ટી સજ્જ છે. તો ભાજપે નરેશ પટેલને પોતાના ગણાવ્યા છે. આ બધા વચ્ચે નરેશ પટેલ મૌન છે. અને તે 30 માર્ચ સુધીમાં રાજકારણમાં પ્રવેશને લઈને પોતાનો નિર્ણય જાહેર કરશે.

રાજકારણમાં જોડવા અંગે નરેશ પટેલ કઈ નિર્ણય લે તે પહેલા જ તેમના પુત્ર શિવરાજ પટેલે આજે પિતાના રાજકારણમાં પ્રવેશને લઈને પ્રતિક્રિયા આપી છે. જેમાં શિવરાજ પટેલનું કહેવું છે કે રાજકારણમાં સારા લોકોએ આવવું જોઈએ, તેના પિતાને તેના સમગ્ર પરિવારનો ટેકો છે અને જો તે રાજકારણમાં આવશે તો શિક્ષણ અને આરોગ્યને લઈને તેઓની પ્રાથમિકતા રહેવાની છે. નરેશ પટેલના પુત્રે ઈશારો કર્યો છે કે, તેના પિતા ચોક્કસ રાજનીતિમાં આવશે અને 30 માર્ચ સુધીમાં તેઓ પોતાનો નિર્ણય જાહેર પણ કરશે કે તે ક્યાં પક્ષમાં જોડાઈ રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે, આ પહેલા પણ રાજકોટ કાગવાડમાં ખોડલધામ નરેશ પટેલનું રાજકારણમાં પ્રવેશવું અને દિલીપ સાંઘાણીના નિવેદન બાદ વિજય રૂપાણીનું સૂચક નિવેદન સામે આવ્યુ હતુ. જેમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાણને લઈ મામલો ગરમાયો છે.

પૂર્વ સીએમ વિજય રૂપાણીએ નરેશ પટેલનુ રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે પ્રથમ વખત નિવેદન આપતા કહ્યું હતુ કે, નરેશ પટેલને જ પુછવુ પડશે કારણ કે તે તેમનો અંગત નિર્ણય હશે. મારા વખાણ કરે છે એનો કોઇ મતલબ નથી, હું માનુ છું નરેશભાઇ PM મોદી અને અમિત શાહ નેતૃત્વમાં ભાજપ સાથે રહેશે. તેવું મારું માનવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *