માતમમાં ફેરવાયો લગ્નનો શુભ પ્રસંગ- નાના બાળક સહીત છ લોકોના દર્દનાક અકસ્માતમાં મોત

દિવસેને દિવસે અકસ્માત(accident)ની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. ત્યારે વધુ એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર(maharashtra)ના બીડ(bid) જિલ્લામાં આઈશર ટ્રક(Eicher Truck) અને સ્વિફ્ટ કાર(Swift car) વચ્ચેની ભયાનક અથડામણમાં નાના બાળક સહિત છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. બીડના પટોડા-માંજરસુભા(Patoda-Manjarsubha) રોડ પર આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક અને કાર ડિવાઈડર સાથે અથડાઈને બીજી તરફ પડી ગયા હતા. બંનેને કાઢવા માટે ક્રેન(Crane)ની મદદ લેવી પડી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો લગ્ન કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં આ અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું કે આ ઘટના સવારે 7 વાગ્યે બની હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. હાલ પોલીસ આ અકસ્માતની તપાસમાં લાગેલી છે. તે જ સમયે, ચંદ્રપુરમાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અહીં રસ્તાની વચ્ચે બેઠેલી ગાયને બચાવવાના પ્રયાસમાં એક વાહન પાર્ક કરેલી ટ્રક સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં દંપતી સહિત ચાર લોકોના મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી.

આ ઘટના અંગે પોલીસે માહિતી આપી છે કે આ અકસ્માત ચંદ્રપુર-ગઢચિરોલી હાઈવે પર સાઓલી પોલીસ સ્ટેશન વિસ્તારના કિસાન નગરમાં થયો હતો. ગઢચિરોલી જિલ્લાના પંકજ બાગડે (26) તેના મિત્ર અનૂપ તદુલવાર (35) સાથે ડીજેના સાધનો ખરીદવા ચંદ્રપુર ગયા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *