મધરાતે છત્રપતિ સંભાજીનગરમાં કેન્ટોનમેન્ટ વિસ્તારના મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના 7 લોકો જીવતાં ભડથું, જાણો સમગ્ર મામલો

Maharashtra Fire News: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીંના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાથી(Maharashtra Fire News) એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે. તેમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને સ્થળ પર ભારે ભીડ જોવા મળી રહી છે.

પોલીસ કમિશનરનું નિવેદન બહાર આવ્યું
જણાવવામાં આવી રહ્યું છે કે જે ઈમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઈમારત હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી, જેમાં આગ લાગી હતી. આગના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. આગ લાગી ત્યારે પરિવાર બિલ્ડીંગમાં સૂતો હતો. આ માહિતી છત્રપતિ સંભાજીનગર પોલીસ કમિશનર મનોજ લોહિયાએ આપી છે.

નવી મુંબઈમાં પણ આગ લાગી હતી
તાજેતરમાં જ નવી મુંબઈમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડા કેટલાય મીટર દૂરથી જોઈ શકાતા હતા. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કેમિકલ ફેક્ટરી નવી મુંબઈના MIDC વિસ્તારમાં આવેલી હતી.આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. જો કે, કોઈના મૃત્યુના સમાચાર નથી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.