મહારાષ્ટ્ર(Maharashtra)ના બીડ(Beed)ના પરલી(Parli) તાલુકામાંથી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગર્ભવતી મહિલા(pregnant woman)ની ઈચ્છા ન હોવા છતાં તેના પતિ, સાસુ અને નિર્દયી ડોક્ટરે મળીને આ પીડિત મહિલાનો ગર્ભપાત(Abortion) કરાવ્યો હતો. એટલું જ નહીં, ડૉક્ટરે ગર્ભાશયને કાપીને બાળકના ટુકડાને અલગ કરીને બહાર કાઢ્યા. બીડના પરલીમાં રહેતી પીડિત મહિલાએ કોવિડ લોકડાઉન દરમિયાન 2020માં અંકુશ વાઘમોડે સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પછી એક છોકરીનો જન્મ થયો.
પરંતુ જ્યારે પીડિતા બીજી વખત ગર્ભવતી હતી ત્યારે તેના સાસરિયાઓને છોકરીને બદલે છોકરો જોઈતો હતો. આ માંગ તેના પતિ અને સાસુએ કરી હતી. જેના કારણે પતિ અંકુશ વાઘમોડે અને મહિલાની સાસુ છાયા વાઘમોડે એક કહેવાતા ડોક્ટર સ્વામીને મળીને બળજબરીથી પીડિતાની સોનોગ્રાફી પોતાના ઘરે કરાવી હતી. જ્યારે તેને ખબર પડી કે ગર્ભમાં રહેલો ગર્ભ છોકરી છે. ત્યારબાદ સાસુ, પતિ અને તબીબ સ્વામીએ પીડિતાને તાવનું ઈન્જેક્શન કહી ગર્ભપાતનું ઈન્જેક્શન આપ્યું હતું.
તાવનું ઈન્જેક્શન આપવાનું કહીને ગર્ભપાત કરાવ્યો:
પીડિતા વારંવાર વિરોધ કરતી રહી, પરંતુ જે ડોક્ટરે ગર્ભપાતનું ઈન્જેક્શન આપ્યું તેણે તાવનું ઈન્જેક્શન આપતા પીડિતાને પેટમાં દુખાવો થવા લાગ્યો. આ દુખાવો એટલો હતો કે ડોક્ટરે પીડિતાના ગર્ભાશયને જાતે જ કાપી નાખ્યું અને ભ્રૂણના 3 ટુકડા કરીને તેને બહાર કાઢ્યો.
જેના કારણે પીડિત મહિલાની ફરિયાદના આધારે મહિલાના આરોપી પતિ અંકુશ નારાયણ વાઘમોડે, સાસુ છાયા વાઘમોડે, ડૉ. સ્વામી અને પ્રકાશ કાવલે વિરૂદ્ધ પરલીના સંભાજીનગર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટે ચારેયને પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે.
પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે:
પરલી પોલીસ એ શોધી રહી છે કે આરોપી ડો. સ્વામીએ આ ગર્ભપાત કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં કેટલા ભ્રૂણહત્યા કર્યા છે. આરોપી તબીબ વિશે તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તે તબીબ અગાઉ સોલાપુરમાં કમ્પાઉન્ડર હતો અને તેની સામે સોલાપુરમાં ભ્રૂણહત્યાના કેસ પણ નોંધાયેલા છે. તે જેલમાંથી પણ આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.