મહારાષ્ટ્ર(Maharashtra)ના નાસિક-શિરડી હાઈવે(Nasik-Shirdi Highway) પર શુક્રવારે સવારે એક મોટો રોડ અકસ્માત(Accident) થયો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત(10 people died) થયા છે જ્યારે 25 થી 30 જેટલા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, નાસિક-શિરડી હાઈવે પર પથારે પાસે શ્રદ્ધાળુઓને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. નાશિક પોલીસના જણાવ્યા અનુસાર, સાંઈ બાબાના ભક્તોને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાતા 10 લોકોના મોત થયા હતા અને 25 થી 30 જેટલા લોકો ઘાયલ થયા છે.
Maharashtra | 10 people died and several others injured after a bus carrying Sai Baba devotees collided with a truck near Pathare on Nashik-Shirdi Highway: Nashik Police pic.twitter.com/Xel2Irb0vc
— ANI (@ANI) January 13, 2023
CM શિંદેએ તપાસના આદેશ આપ્યા:
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાસિક-શિરડી હાઈવે પર બસ દુર્ઘટનામાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે, મૃતકોના પરિવારોને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
25 થી 30 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ:
અકસ્માતમાં 25 થી 30 મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ સિન્નર-શિરડી હાઈવે પર પથારે ગામ પાસે બસને અકસ્માત નડ્યો હતો. બસની એક બાજુનો સંપૂર્ણપણે ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મુંબઈથી શિરડી આવી રહેલી ટુરિસ્ટ બસમાં કુલ 45 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં 7 મહિલાઓ અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. ઘાયલોને તાત્કાલિક નજીકની સાંઈબાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાકની હાલત ગંભીર છે.
શ્રદ્ધાળુઓ અંબરનાથથી શિરડી જઈ રહ્યા હતા:
જણાવવામાં આવી રહ્યું છે કે બસ મુંબઈના અંબરનાથથી ભક્તોને દર્શન માટે શિરડી લઈ જઈ રહી હતી. આ અકસ્માત સિનાર-શિરડી હાઈવે પર પથારે ગામ પાસે થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રકને ભારે નુકસાન થયું હતું. મૃતકોની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે અને અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.