તાજેતરમાં જ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં નગરપાલિકાના અધિકારીને બેટથી મારનારા ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો વિવાદ હજુ ચાલી જ રહ્યો છે, ત્યા તો મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કોંગ્રેસના ધારાસભ્ય નીતેશ રાણેએ એક એન્જિનિયર સાથે ખરાબ વર્તન કરીને ગાળો આપી છે. તમે વીડિયોમાં જોઇ શકો છો કે નીતેશના સમર્થકો બાલટી ભરીને કાદવ અને ગંદુ પાણી લાવ્યાં છે અને એન્જિનિયર પર ફેંકીને તેને ધમકાવી રહ્યાં છે. અને તેને પુલ સાથે બાંધવાનો પ્રયાસ પણ કર્યો હતો.
નીતેશ મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણેના પુત્ર છે. નીતેશ રાણે કણકવલી નજીક આવેલા હાઈવેની મુલાકાતે ગયા હતા અને કોઇ કારણસર ગુસ્સે ભરાયા હતા.એન્જિનિયર પ્રકાહ શેડકરને ત્યાં બોલાવીને તેને ગાળો આપી હતી અને અપમાનિત કર્યાં હતા.
#WATCH: Congress MLA Nitesh Narayan Rane and his supporters throw mud on engineer Prakash Shedekar at a bridge near Mumbai-Goa highway in Kankavali, when they were inspecting the potholes-ridden highway. They later tied him to the bridge over the river. pic.twitter.com/B1XJZ6Yu6z
— ANI (@ANI) July 4, 2019
નવાઇની વાત તો એ છે આવા કૃત્ય સામે શરમાવવાને બદલે નીતેશ રાણેએ વીડિયો બનાવીને ફેસબુક પેજ પર શેર કર્યો હતો, ઘટના બાદ કોંગ્રેસ ધારાસભ્ય નિતેશ રાણે વિરૂદ્ધ સિંધુદુર્ગ જીલ્લાનાં કુડાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા રાણેની ધરપકડ કરવામાં આવી હતી, સાથે જ તેમના 50 સમર્થકો સામે પણ પોલીસ ફરિયાદ થઇ છે.
સિંધુદુર્ગ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, દીક્ષિત જીદમે જણાવ્યું હતું કે, “અમે નિતેશ રાણે અને તેના 16 સમર્થકોને આ ઘટનામાં ધરપકડ કરી છે. તેમને સરકારી કર્મચારી પર હુમલો કરવા માટે ગુનામાં રાખવામાં આવ્યા છે, સરકારી કર્મચારીને તેમની ફરજો છૂટા કરવાથી અટકાવવામાં આવ્યા છે, કલમ 353, 332, 342, 324, 323, 143, 148, 149, 147, 120-બી, 504, 506 IPC અને જાહેર સંપત્તિ અધિનિયમના નુકસાનની કલમ 3 હેઠળ ગુનાહિત ધમકી, ષડયંત્ર અને સામાન્ય ઇરાદા, ધમકી, ખોટી સંયમ. આરોપીઓ શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.