શોર્ટ સર્કિટ નહીં, પરંતુ એકતરફા પ્રેમની ‘આગ’ એ લીધો 7 લોકોનો જીવ – જાણો ક્યાં બની કાળજું કંપાવતી ઘટના

મધ્યપ્રદેશ(Madhya Pradesh): ઈન્દોર(Indore)ના સ્વર્ણ બાગ કોલોનીમાં લાગેલી ભયાનક આગની ઘટનાનો ખુલાસો પોલીસે કર્યો છે. બિલ્ડીંગમાં આગ(Fire in the building) શોર્ટ સર્કિટના કારણે નહીં પરંતુ કાવતરાથી લાગી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સંજય ઉર્ફે શુભમ દીક્ષિત નામના યુવકની ઓળખ કરી છે. આ જ વ્યક્તિએ બિલ્ડીંગની નીચે બેઝમેન્ટમાં પાર્ક કરેલી સ્કૂટીમાં આગ લગાવી દીધી હતી અને આ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આખી ઈમારતને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.

પ્રેમ પ્રકરણના કારણે લાગી આગ 
ઝાંસીનો રહેવાસી સંજય નાની-મોટી નોકરી કરતો હતો. તે આ ઘરમાં રહેતો હતો. તેને નજીકના રૂમમાં રહેતી યુવતી સાથે અફેર હતું. પરંતુ છ મહિના પહેલા જ સંજય ઘર છોડી ગયો હતો. જોકે, તે અવારનવાર આ ઘરે આવતો હતો. કહેવાય છે કે યુવતીના બીજે લગ્ન થવાના હોવાથી ઘટનાની રાત્રે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આનાથી ગુસ્સે ભરાયેલા સંજયે બિલ્ડીંગની નીચે ઉભેલી યુવતીની સ્કૂટીને આગ ચાંપી દીધી હતી અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પરંતુ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા.

સીસીટીવીના આધારે ફરાર આરોપીની થઈ ઓળખ
આગની આ ઘટનામાં બાળકી પણ દાઝી ગઈ હતી. જેનું નિવેદન પણ પોલીસે લીધું છે. હજુ સુધી આરોપી યુવક પોલીસના હાથે ઝડપાયો નથી. પોલીસ તેની શોધમાં વ્યસ્ત છે. આગના ખુલાસા પર ઈન્દોરના પોલીસ કમિશનર હરિનારાયણ ચારી મિશ્રાએ કહ્યું કે પોલીસની ટીમ યુવકની શોધમાં લાગેલી છે. આરોપી યુવક ઝાંસીનો રહેવાસી છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરશે.

આગમાં દાઝી જવાને કારણે સાતના મોત
ઈન્દોરના સ્વરણ બાગ કોલોનીમાં શનિવારે વહેલી સવારે એક બે માળની ઈમારતમાં આગ ફાટી નીકળી હતી અને ફ્લેટની નીચે પાર્ક કરેલા 13 ટુ-વ્હીલર અને એક ફોર-વ્હીલર આગની લપેટમાં આવી ગયા હતા. જ્વાળાઓએ ઝડપથી ઉપરના માળને લપેટમાં લીધું હતું. જેના કારણે શ્વાસ રૂંધાવાથી અને દાઝી જવાથી સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *