અચાનક જ હોસ્પિટલમાં આગ ભભૂકી ઊઠતાં એકસાથે 10 બાળકોના થયા કમકમાટીભર્યા મોત

દેશમાંથી અવારનવાર આગ લાગી હોવાની ઘટનાઓ સેમ આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. મહારાષ્ટ્રમાં આવેલ ભંડારધરામાં શનિવારે મોટી દુર્ઘટના બની ગઈ છે. અહીંની જિલ્લા હોસ્પિટલમાં મોડી રાતે 2 વાગ્યે આગ લાગી ગઈ હતી, જેમાં કુલ 10 બાળકનાં મોત નીપજ્યા છે, જેમની ઉંમર એક દિવસથી લઈને 3 મહિના સુધીની છે.

આગ લાગી હોવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર સંદીપ કદમ, SP વસંત જાધવ, ASP અનિકેત ભારતી, જિલ્લા સર્જન ડો. પ્રમોદ ખંડાતે ઘટનાસ્થળ પર હાજર રહ્યાં છે. સ્વાસ્થ્ય ડે. ડાયરેક્ટર સંજય જાયસ્વાલ પણ નાગપુરથી ભંડારધરા માટે રવાના થઈ ચૂક્યા છે.

સિવિલ સર્જન પ્રમોદ ખંડાતે કહ્યું હતું કે, આગ સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં સવારે 2 વાગ્યે લાગી હતી. યુનિટમાંથી 7 બાળકને બચાવી લેવામાં આવ્યા છે, આની સાથે જ 10 બાળકનાં મોત નીપજ્યા છે. હોસ્પિટલને પોલીસ દ્વારા બંધ કરાવી દેવામાં આવી છે.

સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપે જણાવે છે કે, આ એકદમ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. શ્વાસ રૂંધાવાને કારણે મૃત પામેલ બાળકોનું પોસ્ટમાર્ટમ કરવામાં આવશે નહિ. ઘટના પાછળનું કારણ શોધીને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું.

વોર્ડમાં કુલ 17 બાળક દાખલ હતાં :
આ વોર્ડમાં અંદાજે 17 બાળક હતાં. અહીં નાજુક પરિસ્થિતિવાળાં બાળકોને રાખવામાં આવે છે. સૌપ્રથમ એક નર્સે વોર્ડમાંથી ધુમાડો નીકળતાં જોયો હતો. તેણે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટાફે આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ફાયરબ્રિગેડને પણ જાણ કરી દેવામાં આવી હતી. આની સાથે જ ફાયરકર્મીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટના સર્જાયા બાદ હોસ્પિટલની બહાર ભીડ એકત્ર થઈ ગઈ છે. લોકોનો આક્ષેપ છે કે, ઘટના માટે હોસ્પિટલ તંત્ર જવાબદાર છે.

અમિત શાહે કહ્યું, આ દુઃખ માટે શબ્દ નથી

 

હોસ્પિટલમાં જીવ ગુમાવનાર બાળકો માટે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ દુઃખ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. મારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે.

રાહુલ ગાંધી જણાવે છે કે, બાળકોના જીવ ગુમાવવા અંગે કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, હું મુખ્યમંત્રીને અપીલ કરું છું કે તેઓ ઘાયલ તથા મૃતક બાળકોના પરિવારને શક્ય એટલી મદદ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *