દેશમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જેને કારણે દેશ વાસીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આવી જ રીતે કોરોનાના કેસમાં વધારો થતો રહેશે તો ત્રીજી લહેર ને આવતા કોઈ નહિ રોકી શકે.
કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે મહારાષ્ટ્ર(Maharashtra)માં શાળાઓ ખોલવાને લઈને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે(Varsha Gaekwad) મોટું નિવેદન આપ્યું છે. મુંબઈમાં, મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સોમવાર, જાન્યુઆરી 24, 2022 થી ધોરણ 1-12 માટે શાળાઓ ખોલવામાં આવશે. કોરોના વાયરસ (COVID-19) ની સાવચેતી સાથે અમે પ્રી-પ્રાઈમરી સ્કૂલ ખોલવાનું પણ નક્કી કર્યું છે.
જણાવી દઈએ કે, રાજ્યની તમામ શાળાઓને ફરીથી ખોલવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે મુખ્યમંત્રીને પ્રસ્તાવ મોકલ્યો હતો. જેને મુખ્યમંત્રીએ ગુરુવારે મંજૂરી આપી દીધી છે. જે બાદ શિક્ષણ મંત્રીએ આદેશ જારી કર્યો કે કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને ધોરણ 1 થી 12 સુધીની શાળાઓ 24 જાન્યુઆરીથી ખોલવામાં આવશે.
શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે, શાળા ખોલવાને લઈને અમારી તરફથી મુખ્યમંત્રીને દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેમાં અમે કહ્યું હતું કે સોમવારથી સ્કૂલ ખોલવાની મંજૂરી આપવામાં આવે અને સ્કૂલો અંગે નિર્ણય લેવાની સત્તા આપવામાં સ્થાનિક સંસ્થાને અને જિલ્લા કલેક્ટરને આપવામાં આવશે.
માતાપિતાની સંમતિ જરૂરી:
શાળા ખુલવાની સાથે જ એવી સૂચના પણ આપવામાં આવી છે કે જે બાળકોના માતા-પિતા તેમની સંમતિથી તેમને શાળાએ મોકલવા માંગે છે. તે બાળકોને જ આવવા દેવામાં આવશે. આ ઉપરાંત તમામ બાળકો, સ્ટાફ અને શિક્ષકોને કોરોના રસીના ડોઝ પણ આપવામાં આવશે.
તે જ સમયે, કોરોનાની ત્રીજી લહેર દેશભરમાં તબાહી મચાવી રહી છે. દરરોજ લગભગ 3 લાખ કેસ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હાલમાં રાજ્યમાં પોઝીટીવીટી રેટ 10 ટકા છે. તે જ સમયે, રિકવરી રેટ 94.4 ટકા પર પહોંચી ગયો છે. આટલું બધું હોવા છતાં, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિક્ષણ વિભાગના પ્રસ્તાવને ફરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત હવે સોમવાર (24 જાન્યુઆરી, 2022) થી ધોરણ 1 થી ધોરણ 12 સુધીની તમામ શાળાઓ ખુલવા જઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.