અત્યાર સુધી માત્ર ભારતની ચલણી નોટો ઉપર જ મહાત્મા ગાંધીનો ફોટો જોવા મળતો હતો. પરંતુ હવે ભારત ઉપરાંત બ્રિટનના ચલણી સિક્કાઓ ઉપર મહાત્મા ગાંધી નો ફોટા ઓવા મળશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હવે બ્રિટનના ચલણી સિક્કાઓ પર પણ જોવા મળશે. બ્રિટિશ નાણામંત્રી ઋષિ સુનકના કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે.
બ્રિટનના સરકારે બહાર પડેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, મહાત્મા ગાંધી, ભારતીય મૂળના બ્રિટિશ જાસૂસ નૂર ઇનાયત ખાન અને જમૈકન બ્રિટિશ નર્સ મૈરી સીકોલની ઉપલબ્ધીઓ અને યોગદાનની ઉજવણીના પ્રયાસોના ભાગરૂપે તેમની તસવીરો વાળા ચલણી સિક્કા જાહેર કરવામાં આવશે.
ભારત માટે આ એક ખાસ બાબત છે. સુનકે આના માટે રોયલ મિંટ એડવાઈઝરી કમિટીએ લખ્યું છે કે, જે સિક્કાઓ માટે થીમ અને ડિઝાઇન માટે પ્રસ્તાવ મોકલે છે. સુનકે આ લેટર ‘વી ટુ બિલ્ટ બ્રિટન’ અભિયાનના સમર્થનમાં લખ્યો છે. જેમાં બ્રિટિશ કરન્સી પર અશ્વેત મહાનુભાવોને પ્રતિનિધિત્વ આપવા માટે માંગ કરી રહ્યું છે.
બ્રિટનના સરકારે બહાર પડેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, બ્રિટિશ સિક્કાઓ પર મહાત્મા ગાંધીની તસ્વીરનો સૌથી પહેલો વિચાર ઓક્ટોબર 2019માં પૂર્વ મંત્રી સાજીદ જાવેદે આપ્યો હતો. અભિયાનનું નેતૃત્વ કરનાર જેહરા જાહિદીને લખવામાં આવેલ પાત્રમાં સુનકે લખ્યું છે કે, “અશ્વેત, એશિયન અને બીજા લઘુમતી સમુદાયના યુનાઇટેડ કિંગડમના ઇતિહાસમાં ઘણું યોગદાન આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP