અનાથ દીકરીઓના પાલક પિતા મહેશ સવાણીએ લગ્ન તો કરાવી દીધા પણ હવે દીકરી અને જમાઈને જાણો ક્યાં મોકલ્યા હનીમુન માટે

ગુજરાત(Gujarat): વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી અને 2012થી શરૂ થયેલી આ પવિત્ર…

ગુજરાત(Gujarat): વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી અને 2012થી શરૂ થયેલી આ પવિત્ર પરિણય યાત્રા બાદ ‘દીકરી જગત જનની’ સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો.

જેમાં પિતાવિહોણી દીકરીઓના પિતા બની સગી દીકરીઓની જેમ તેમના લગ્ન કરાવવા માટે જાણીતા પી.પી.સવાણી(PP Savani) ગ્રુપના મહેશ સવાણી(Mahesh Savani) દ્વારા તારીખ 24 અને 25 ડિસેમ્બરે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે પિતાવિહોણી 300 દીકરીઓનો ભવ્ય ‘દીકરી જગત જનની’ લગ્નોત્સવ યોજાયો હતો.

જેમાં પી.પી.સવાણીના આંગણેથી 300 જેટલી દીકરીઓએ વિદાય લીધી હતી. અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે.

ત્યારે હવે અનાથ દીકરીઓના પાલક પિતા મહેશ સવાણીએ લગ્ન તો કરાવી દીધા પણ હવે દીકરી અને જમાઈને હનીમુન પેકેજ આપવામાં આવ્યું છે અને હનીમુન માટે પ્રથમ ગ્રુપને મનાલી પ્રવાસે મોકલવામાં આવ્યું છે.

ગઈકાલે સવારે ૧૨.૩૦ કલાકે મિતુલ ફાર્મ, પ્રાણી સંગ્રાહલયની પાછળ દીકરી-જમાઈઓ એક સાથે એકત્ર કરી મહેશભાઈ દ્વારા પ્રવાસ દરમિયાનનું સીડ્યુલ તેમજ આયોજનની સમજુતી આપવામાં આવી હતી.

ત્યાર બાદ તમામ દીકરી-કુમારો એક સરખા ટીશર્ટ પહેરી બપોરે ૩.૩૦ કલાકે રેલ્વે સ્ટેશન પહોચાડવામાં આવ્યા અને ત્યાંથી પશ્ચિમ એક્ષપ્રેસમાં બેસાડીને દીકરી – જમાઈઓને ખુશ ખુશાલ ૧૨ દિવસ મનાલી જવા માટે રવાના કરવામાં આવ્યા હતા અને મનાલીમાં રહેવા(હોટલ) – જમવા તમેજ ફરવા જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી છે.

‘દીકરી જગત જનની’ લગ્ન સમારોહ પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરાયો:
આ વર્ષેનો સમગ્ર લગ્ન સમારોહ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી પર્વને સાદર અર્પણ કરવામાં આવ્યો હતો. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પુણ્ય સ્મૃતિને આ 300 દીકરીઓ અને એમનો પરિવાર વંદન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *