ખેડા જિલ્લા અને પડોશી જિલ્લા માં ચાલતી આઠ કલાક અને રૂપિયા 340 ની ગુજરાત ની ચળવળ માં નડિયાદ ની સ્વીટકો કંપની (Sweetco Food Industries) નાં માલિક ની મીઠી વાતો અને સ્વીકારેલી માંગણીઓથી કામદાર આંદોલનનો અંત આવ્યો છે અને હવે શોષણ નાં યુગ નો કંપનીમાં અંત આવ્યો છે અને મહીપતસિંહ ચૌહાણની (Mahipatsinh chauhan) આગેવાનીમાં શરુ થયેલી ચળવળ નો વિજય થયો છે. આ આંદોલન 84 કલાક ચાલ્યું હોવાનો દાવો મહિપત સિંહ ચૌહાણે કર્યો છે.
આંદોલન ની મુખ્ય બાબતો શું હતી?
1, કામદારો નાં કામના કલાકો, 2, કામદારો નાં લઘુત્તમ વેતન, 3, મહિલાઓ નાં કામના સ્થળે વિશેષ અધિકાર,4, મહિલાઓ નાં શોષણ અટકાવતી બહેનો ની કમિટી ( સુપ્રીમ કોર્ટ ની ગાઇડલાઈન મુજબ ) જે બહેનો દ્વારા જ ચલાવાય અને ફરિયાદ કરી શકાય 5, કર્મચારી ઓના વીમા(E S I ) 6, કર્મચારીઓ નાં પ્રોવિડન્ટ ફંડ,7, કર્મચારીઓ નાં કામના કલાકો ને બાદ કરતા ઓવરટાઈમ નાં નાણાં નાં હક્કો.8, કામદાર ની સેફટી માટે જરૂરી સાધનો ની ઉપલબ્ધતા, 9, બાળકો કામદાર બહેનો માટે ની વિશેષ જોગવાઈ, 10, બોનસ ની વહેંચણી 11, ઇન્ક્રીમેન્ટ ની જોગવાઇઓ,11, સ્કિલ કર્મચારીઓ નાં પગાર ધોરણ અને ઓવરટાઈમ બાબતે અનિયમિતતા અને કાયદા નું વાયોલેશન થયું છે
ગુનાહિત બાબતો જેનો થયો વિરોધ:
1, મહિલાઓ સાથે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી.2, કામદારો નાં બેન્ક ખાતા નાં ડોક્યુમેન્ટ કંપની દ્વારા કબજે લેવાયા.3, કર્મચારીઓ ને રોકડા નાણાં આપી ખાતા માંથી પૈસા ઉપાડી લેવાયા 4, બેન્ક દ્વારા કામદારો નાં મોબાઈલ માં બેલેન્સ નાં મેસેજો આવ્યા અને નાણાં ઉપડવા નાં પણ msg આવ્યા.5, શ્રમ વિભાગ નાં અધિકારીઓ દ્વારા ફરજ માં ગુનાહિત બેદરકારી કરી 6, ફેક્ટરી ઇન્સ્પેક્ટર સરકાર અને કાયદા વિરૂધ્ધ ની પ્રવૃત્તિ ઉપર નજર રાખવામાં નિષ્ફળ 7, કંપની દ્વારા કામદારો નાં હક્કો ને ઈરાદાપૂર્વંક દબાવવા આવ્યા ( esi અને પીએફ )8, રોકડા પગાર ચૂકવી ને રેવન્યુ ઘાલમેલ 9, બેન્ક નાં ખાતા માં પગાર ટ્રાન્સફર બતાવી અને વ્યવસાય વેરા ભરવામાં ચૂક 10, કામદાર ભાઈઓ બહેનો ની આર્થિક અને માનસિક અને શારીરિક શોષણ. 11. શ્રમ વિભાગ નાં અધિકારી નાં સી આર ( confidential reportકોણે ભર્યા )માં ક્ષતી કેમ ન આવી વગેરે.
આંદોલનની આગેવાની કરી રહેલા મહિપત સિંહ ચૌહાણ જણાવે છે કે, હવે સ્વીટકો નાં માલિક ને 340 /8 નું વચન આપી ને પાપ નો ભારો અને કાયદા નું પીઠબળ ઉભું કરવાનો મોકો મળી ગયો. માગણી સ્વીકારી ને આવનાર આફતો માંથી ગંગા માં નાહી લીધું. પરંતુ હજુ પણ ખેડા જિલ્લા માં કામદારો 340/8 વાળા અને સ્કિલ કામદારો જેમનું વેતન 340 નથી તેઓ માટે જાગૃત થવું આવશ્યક છે.
આંદોલન થી અમુક કામદારો ને લાભ થાય તેમ ન હોવું જોઈએ જે કામદાર કાયદા છે તે ગુજરાત નાં તમામ કામદારો ને લાગુ પડવા જોઈએ. જેથી ઉપરોક્ત બાબત ની અનિયમિતતા જોતા તમે કાયદા નું રક્ષણ મેળવ્યું નથી તેમ કહેવાય. જેમકે સ્વીટકો કંપની એ કામદારો નાં એટીએમ અને ચેક બુકો લીધી એવીજ રીતે અન્ય કંપની પણ આવુજ કરતી હોય છે જે કાયદા થી વિરૂધ્ધ છે તેની સામે અવાજ ઉઠાવવો તમારો હક્ક છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા આંદોલનની આગેવાની કરી રહેલા મહિપત સિંહ ચૌહાણએ દાવો કર્યો હતો કે મહિલાઓને આ કંપનીમાં કર્મચારીઓ હેરાન કરે છે. બહેનોએ કુદરતી પ્રક્રિયા (પેશાબ) ને અટકાવી કોથળીઓ બાંધવાનુ(અશ્લીલ કથન)જણાવતા સુપર વાઇઝર અને જવાબદાર લોકો ઉપર કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.