મહાકાળી માંના ભક્તો માટે સારા સમાચાર: 40 જ સેકન્ડમાં પહોંચી જવાશે માતાજીના શરણમાં, પાવાગઢમાં નવું જ નઝરાણું જોવા મળશે 

મહાકાળી મા (Mahakali Maa)ના ભક્તો માટે એક સારા સમાચાર મળી આવ્યા છે. મહાકાળી માનું તીર્થધામ શક્તિપીઠ પાવાગઢ (Shaktipeeth Pavagadh)માં હવે માત્ર 40 જ સેકેન્ડમાં દર્શન…

મહાકાળી મા (Mahakali Maa)ના ભક્તો માટે એક સારા સમાચાર મળી આવ્યા છે. મહાકાળી માનું તીર્થધામ શક્તિપીઠ પાવાગઢ (Shaktipeeth Pavagadh)માં હવે માત્ર 40 જ સેકેન્ડમાં દર્શન કરી શકાશે. મળતી માહિતી અનુસાર, નિજ મંદિર સુધી પહોંચવા માટે લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી હવે ભક્તો 40 સેકન્ડમાં મહાકાળી માના દર્શન કરી શકશે. સરકારની મંજૂરી બાદ ‘યાત્રાધામ વિકાસ બોર્ડ(Yatradham Vikas Board)’ દ્વારા આ લિફ્ટ(Lift) બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં, ડુંગર ખોદીને 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

લિફ્ટની સાથે-સાથે પાવાગઢમાં હેલિપેડ અને વૉક-વેની સુવિધા પણ કરાશે:
આટલું જ નહિ, આ સિવાય હવે પાવાગઢમાં હેલિપેડ તેમજ વૉક-વેની સુવિધા પણ ઉપલબ્ધ થશે. એ માટે 130 કરોડનો પ્રોજેક્ટ શરૂ પણ કરી દેવામાં આવ્યો છે. લિફ્ટ બનાવવાની અને હેલિપેડ, વૉક-વે બનાવવાની કામગીરીના 2 ફેઝ પૂર્ણ થઇ ચૂક્યાં છે અને અત્યારે ફેઝ 3ની કામગીરી ચાલી રહી છે. પાવાગઢ ડેવલોપમેન્ટ ફેઝ ૩ અંતર્ગત 130 કરોડ રકમની ફાળવણી પણ કરાઈ છે.

40 સેકન્ડમાં જ ભક્તો માતાના મંદિર સુધી પહોંચી શકાશે:
પાવાગઢમાં લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે પાવાગઢમાં ગબ્બર ડુંગર પર કપરા ચઢાણના લીધે અનેક ભક્તોને માતાજીનાં દર્શન કરવામાં થોડી મુશ્કેલી આવતી હોય છે. તેથી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી બાદ ગબ્બર પર લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે ગબ્બરની બાજુના ડુંગરને ખોદીને એક લિફ્ટ બનાવવામાં આવશે. લિફ્ટ બનવાને કારણે માત્ર 40 સેકન્ડમાં જ ભક્તો માતાના મંદિર સુધી પહોંચી શકાશે. એક લિફ્ટમાં મહત્તમ 12 વ્યક્તિ સમાઈ શકે એ પ્રકારની લિફ્ટ મૂકવામાં આવશે. જેથી કરીને દરેક ભક્તો માતાજીના દર્શન સરળતાથી કરી શકે.

ડુંગરની ઉપર જ મંદિરનો વ્યાપ વધારવામાં આવશે:
પાવાગઢ મહાકાળી મંદિરની સમગ્ર કાયાપલટ કરી નવો નજારો તૈયાર કરવામાં આવશે, આવું કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ડુંગરની ઉપર જ મંદિરનો વ્યાપ વધારવામાં આવશે. જ્યાં મંદિર છે ત્યાં એની બાજુમાં 210 ફૂટનો ડુંગર છે. એ ડુંગરને કાપીને તેમાં ખોદકામ કરીને લિફ્ટ બનાવવાનું આયોજન છે. લિફટમાંથી ભક્તો સીધા જ મંદિરે પહોંચે એવી વ્યવસ્થા પણ કરાઇ છે. હાલ પાવાગઢ મંદિર ખાતે 350 પગથિયાં સુધી જ રોપ વે કાર્યરત છે. ત્યારે ફેઝ-૩નું કાર્ય કરીને મંદિર સુધી રોપ વેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી ભક્તોને દર્શન કરવામાં ઘણી સરળતા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *