ગુજરાતમાં અડધી રાત્રે આ ખાનગી ટ્રાવેલ્સને નડ્યો ભયંકર અકસ્માત, 100થી વધુ મુસાફરો થયા ઈજાગ્રસ્ત

ઉતર ગુજરાતમાં આવેલ મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે એક ખાનગી બસને અકસ્માત નડ્યો છે. અહીં મુસાફરોથી ખીચોખીચ ભરેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસ પલટી ગઈ હતી. મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુરના પઢારિયા ગામે ખાનગી બસ પલટી જતા 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, બસમાં 100 જેટલા મુસાફરો સવારી કરી રહ્યા હતા. હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ખાનગી બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 60 ટકા મુસાફરો ભરવાની જ છૂટ આપવામાં આવી છે. ત્યારે આ બસમાં નિયમોને નેવે મૂકીને 100 મુસાફરો ભરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે બસની કેપેસિટી 40થી 45 મુસાફરોની હોય છે, પરતું આ બસમાં કેપેસિટીના બે ગણાથી પણ વધારે મુસાફરો ભરી દેવામાં આવ્યા હતા.

મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુરના પઢારિયા ગામ નજીક મુસાફરો લઇને જતી એક ખાનગી બસ પલટી મારી ગઇ હતી. આ બસની અંદર મોટાભાગના મજૂર મુસાફરો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને 108 તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક અને 108ની મદદથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અક્સમાતની ઘટનામાં મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી છે. જો કે, કોઈ જાનહાનીના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. બસ મજૂર વર્ગને લઈને સંજેલીથી રાજકોટના કાલાવડ જઈ રહી હતી. તે દરમિયાન પઢારિયા ગામ નજીક વળાંકમાં બસ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. વળાંકમાં રોડ છોડી ટ્રાવેલ્સ રોડ સાઈડમાં પલટી મારી ગઈ હતી. ઇજાગ્રસ્તોને 4 જેટલી 108ની મદદ લઇ જુદા જુદા સ્થળોએ સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ બસ પલટી ગઈ હતી. ગામના લોકોના જણાવ્યા પ્રમાણે બસ બેથી ત્રણ પલટી મારી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *