માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો ગોઝારો અકસ્માત, ચારના કરુણ મોત- ‘ઓમ શાંતિ’

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના મૈનપુરી(Mainpuri)માં ઔંછા(Akbarpur Aunchha) વિસ્તારમાં રોડ અકસ્માત(Accident)માં સોમવારના રોજ ફિરોઝાબાદના ખડીત ગામની રહેવાસી બે મહિલાઓ અને બે કિશોરીઓના મોત બાદ ગામમાં શોકનો માહોલ છવાઈ…

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના મૈનપુરી(Mainpuri)માં ઔંછા(Akbarpur Aunchha) વિસ્તારમાં રોડ અકસ્માત(Accident)માં સોમવારના રોજ ફિરોઝાબાદના ખડીત ગામની રહેવાસી બે મહિલાઓ અને બે કિશોરીઓના મોત બાદ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. એક સાથે ચાર લોકોના મોત થતા ચકચાર મચી જવા પામી હતી. મૃતકોમાં સગા કાકી અને ભત્રીજી પણ સામેલ હતા.

જણાવી દઈએ કે, થાના જસરાના વિસ્તારના ખડિત ગામનો રહેવાસી સર્વેશ કુમાર સોમવારના રોજ ત્રણ ટ્રેક્ટર-ટ્રોલીમાં મહિલાઓ, પુરુષો અને બાળકો સાથે મૈનપુરીના પ્રખ્યાત શીતલા માતા મંદિરમાં પૂજા કરવા ગયો હતો. ડીજેના તાલે ધામધૂમથી નેજા અર્પણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ઉંચા વિસ્તારના નાગલા હર ગામ પાસે ટ્રેક્ટર-ટ્રોલી બેકાબૂ બનીને પલટી ગઈ હતી અને શ્રદ્ધાળુઓ ટ્રોલી નીચે કચડાઈ ગયા હતા. આ અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે 20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતમાં રાગિણી (17) પુત્રી પ્રમોદ કુમાર, માલતી (35) પત્ની પ્રવેશ કુમાર, ગરિમા (12) પુત્રી રાજેશ કુમાર, ગીતા દેવી (61) પત્ની રામભરોસે મૃત્યુ પામ્યા હતા. મોતના સમાચાર આખા ગામમાં પહોંચતા જ ગામ હિબકે ચડ્યું હતું. એક સાથે ચાર મોતને પગલે ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

ખડીત ગામના લોકો પરિવાર માટે સુખ અને સમૃદ્ધિની કામના સાથે ચૈત્ર નવરાત્રીના દિવસે શીતલા માતાના મંદિરે દર્શન અને પૂજા માટે ગયા હતા. બધા ભક્તો હસતા-ગાતા પરત ફરી રહ્યા હતા. પરંતુ અકસ્માતને કારણે ખુશીનો માહોલ મરણ ચીસોમાં ફેરવાઈ ગયો હતો. મંગળવારના રોજ ચારેય મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અકસ્માતનું મુખ્ય કારણ ટ્રેક્ટરની વધુ ઝડપ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે, જ્યારે ટ્રોલી પલટી મારી ગઈ ત્યારે જોરદાર ધડાકો થયો અને ટ્રોલીમાં બેઠેલા શ્રદ્ધાળુઓમાં બુમાબુમ અને અફરાતફરી મચી ગઈ હતી. પાછળ દોડી રહેલા બીજા ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર લોકોએ પોલીસને જાણ કરતાં જ બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

અકસ્માત બાદ ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં છોટેલાલ, ઓમવતી, સુષ્મા, જયાદેવી, લક્ષ્મી, સુંદરવતી, ચરણસિંહ, અલકા, રીના, મીરા, અવલેશ, છોટેલાલ, સુષ્મા, જયદેવી વગેરેને ઇજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્ત લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે જ સમયે, કેટલાક ઘાયલોને એટાહની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *