માથામાં 15 લાખનું સોનું લઈને ભારત ઘુસી રહ્યો હતો શખ્સ, ચેકિંગ થતા ખુલી ગઈ પોલ અને…

આપણે એવા ઘણા સમાચારો સાંભળીએ છીએ કે, કેવી રીતે સમગ્ર વિશ્વમાં ડ્રગ્સની હેરાફેરી(Drug trafficking) કરનારાઓ અને દાણચોરો ગેરકાયદેસર વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા…

આપણે એવા ઘણા સમાચારો સાંભળીએ છીએ કે, કેવી રીતે સમગ્ર વિશ્વમાં ડ્રગ્સની હેરાફેરી(Drug trafficking) કરનારાઓ અને દાણચોરો ગેરકાયદેસર વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વિચિત્ર યુક્તિઓનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના લખનૌ એરપોર્ટ(Lucknow Airport) પર બની હતી, જ્યારે કસ્ટમ અધિકારીઓએ સોમવારે એક મુસાફર પાસેથી 291 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું, જેની કિંમત લગભગ 15 લાખ રૂપિયા હતી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે તસ્કરે વાળની માથાની વીગમાં સોનું છુપાવ્યું હતું.

આ વ્યક્તિ એરપોર્ટ પર વાળની વીગમાં સોનું રાખીને ભાગવા માંગતો હતો: 
મળતા અહેવાલ મુજબ, મુસાફરને શારજાહથી લખનૌ એરપોર્ટ પહોંચ્યા બાદ પકડાયો હતો. કસ્ટમ અધિકારીએ જણાવ્યું કે, “મુસાફરની પ્રોફાઇલિંગના આધારે આરોપીને ગ્રીન ચેનલમાંથી બહાર નીકળતી વખતે અટકાવવામાં આવ્યો હતો. તેની અંગત શોધ દરમિયાન જાણવા મળ્યું કે તેણે વાળની વીગ પહેરેલી હતી. તેની વાળની વીગ હટાવતા જાણવા મળ્યું કે તેને કાળી ટેપથી ઢાંકીને પોલિથીન તેના માથા પર ચોટાડી દીધી હતી.

સોનાની કિંમત 15 લાખ રૂપિયાથી વધુ: 
તે પોલિથીનમાંથી કુલ 291 ગ્રામ સોનું નીકળ્યું, જેની કિંમત 15,42,300 રૂપિયા છે. જપ્ત કરાયેલું સોનું કસ્ટમ્સ એક્ટની કલમ 110 હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું. કસ્ટમ એક્ટની કલમ 104 હેઠળ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાળાઓએ મુસાફરને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા વિનંતી કરતી અરજી દાખલ કરી હતી. આરોપીને વધુ પૂછપરછની જરૂર ન હોવાથી કોર્ટે તેની અરજી સાંભળ્યા બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *