વહેલી સવારમાં સર્જાઈ મોટી દુર્ઘટના- ઊંડી ખીણમાં બસ ખાબકતા કેટલાય બાળકો સહીત 16ના મોત ‘ઓમ શાંતિ’

અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર, હિમાચલ (Himachal)ના કુલ્લુ (Kullu)માં સોમવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. જાણવા મળ્યું છે કે, મુસાફરોથી ભરેલી ખાનગી બસ સાંજ ખીણમાં પડી હતી.

ખાનગી બસ ઊંડી ખીણમાં ખાબકતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેને કારણે 16 લોકોના કરુણ મોત નીપજ્યા છે. જેમાં કેટલાકને બાળકોનો પણ સમાવેશ થાય છે. કેટલાક ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બસમાં 45 લોકો સવાર હતા. જેમાંથી 16 લોકોના કરુણ મોત થયા છે. જયારે ઘાયલોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના સવારે 8 વાગે કુલ્લુની સાંજ ઘાટીમાં થઈ હતી. જિલ્લા કમિશ્નરનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. બસ કુલ્લુથી સાંઈજ જઈ રહી હતી. આ દરમિયાન આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં શાળાના બાળકો મુસાફરી કરી રહ્યા હતા. તેથી આ અકસ્માતમાં બાળકો સહીત 16 લોકોના કરુણ મોત નીપજ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *