Agra-Lucknow Express Accident: ઉત્તરપ્રદેશના કન્નૌજથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે ભટકાતાં હવામાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગોઝારો હતો કે મિની પીજીઆઈ સૈફઈમાં (Agra-Lucknow Express Accident) તહેનાત પાંચ ડૉક્ટરો મૃત્યુ પામી ગયા હતા. લખનઉમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપીને આ ડૉક્ટરો પાછા ફરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે.
કારનું કચ્ચરઘાણ વળી ગયું
ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું. અત્યારે કારમાંથી શબ કાઢવા માટે મથામણ ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
માહિતી અનુસાર આ અકસ્માત આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર સર્જાયો હતો. બધા ડૉક્ટરો પોતાની કારમાં લખનઉથી આગરા તરફથી જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર પૂરપાટ ઝડપે. ડિવાઈડર સાથે ભટકાઈને રોંગ સાઈડમાં જતી રહી હતી.
જેના કારણે સામેથી આવતા ટ્રક સાથે ભયંકર ટક્કર થઇ ગઇ હતી. આ દુર્ઘટના બુધવારે વહેલી સવારે લગભગ ત્રણ વાગ્યાના સુમારે થઇ હતી. મૃતકોમાં સામેલ લોકો સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના ડૉક્ટર છે જે તમામ પીજી સ્ટુડન્ટ્સ હતા. આ ઉપરાંત એક અન્ય ઘાયલ છે.
Kannauj, Uttar Pradesh: A speeding car lost control on the Agra-Lucknow Expressway, collided with a truck, and killed five doctors from Saifai Medical College. One other person was injured. The accident occurred near the 196-kilometer mark in Tirwa Kotwali area pic.twitter.com/70ISlcHQkQ
— IANS (@ians_india) November 27, 2024
આ લોકોના થયા મોત
મૃત્યુ પામેલા ડોકટરોમાં ડો.અનિરુધ વર્મા, ડો.સંતોષ કુમાર મૌર્ય, ડો.જયવીર સિંહ, ડો.અરુણ કુમાર, ડો.નરદેવની ઓળખ થઈ છે. આ તમામ પીજી કરી રહ્યા હતા. કેટલાક અન્ય લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App