રાજ્યમાંથી અવારનવાર કેટલીક અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. અમદાવાદ-મુંબઈને જોડતા નેશનલ હાઈવે નં.48 પર અકસ્માત થતાં ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. કાર તથા નાઈટ્રોજન ગેસથી ભરેલ ટ્રકનો અકસ્માત થતાં કાર તથા ટ્રક એમ બંનેમાં આગ લાગી હતી.
ગેસથી ભરેલ બોટલમાં આગ લાગતા કુલ 10 બ્લાસ્ટ થયા હતા. જ્યારે કુલ 3 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. ફાયર વિભાગની ટુકડીએ આગ પર કાબુ મેળવવાં માટે બચાવ કામગીરી કરવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવ્યાં હતા. સુરત શહેર પાસે કોસંબા નંદાવ પાટિયાની નજીક નેશનલ હાઈવે નં.48 પર અકસ્માત થતા દૂર-દૂરથી કાળા ધુમાંડા જોવા મળ્યા હતા.
નંદાવ પાટિયા પાસે કાર તથા ગેસની બોટલ ભરેલ એક ટ્રકમાં અકસ્માત થતા કુલ 10 બ્લાસ્ટ થયા હતા. જ્યારે કારને પણ મસમોટું નુકસાન થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રક પલટી મારી ગયો હતો. કેબિન પાસેના ભાગમાં આગની જ્વાળા નીકળવા લાગી હતી. આ અકસ્માતની જાણ ફાયર વિભાગને થતા સુરત ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
કાર તથા ટ્રક પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આની સાથે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનામાં કુલ 3 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાને લઈ ટ્રક ચાલકે જણાવતા કહ્યું હતું કે, બાઈક ચાલકને બચાવવા જતા ગેસ ભરેલ ટ્રક હાઈવે પર પલટી મારી ગયો હતો.
ત્યારપછી પાછળ આવતી કાર પણ ટ્રકની સાથે અથડાઈ હતી. ગેસની બોટલ ભરેલ ટ્રકમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. ટ્રકની સાથે જ કાર પણ સળગી ઊઠી હતી. જેને લીધે સુરત નજીક હાઈવે પર બંને ટ્રેક પર ટ્રાફિક જામ સર્જાયો હતો. કોસંબા નજીક પોલીસે ટ્રાફિકજામને હળવો કર્યો હતો. નેશનલ હાઈવે નં.48 અમદાવાદથી મુંબઈને જોડતો નેશનલ હાઈવે છે. જે સુરત પાસેથી પસાર થાય છે.
આની પહેલા આ જ રૂટ પર અકસ્માત થયેલા છે. આની પહેલા આ જ હાઈવે પર નવસારી નજીક કન્ટેનર ટેમ્પો ટ્રાવેલરની સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ 6 વ્યક્તિના મોત થયા હતા. નવસારી પાસે ધોળા પીપળા ગામ નજીક રાત્રીના સમયે આ અકસ્માત સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle