કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં આ તારીખે “હિકા” વાવાઝોડું ત્રાટકવાનું સંકટ- આ વિસ્તારોમાં મચાવશે આતંક

હાલ આખો દેશ કોરોના મહામારીથી લડી રહ્યો છે. આવા સમય વચ્ચે કુદરત પણ માનવજાતની વિરુદ્ધમાં જતી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે હવે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ પણ ઊભું થયું છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર વાવાઝોડુ ‘હિકા’ આગામી ચોથી અને પાંચમી જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાય તેવી આગાહી છે. આ વાવાઝોડું કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે.

પહેલા હિકા વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જવાનું હતું. પણ અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ વાયુવેગે આગળ વધી રહ્યું છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. અને આનાથી ખુબ ભયંકર પરિસ્થતિ સર્જાઈ શકે છે.

હિકા વાવાઝોડાની અસરને જોતા પોરબંદર દરિયામાં બંદરે એક નંબરનું સિગ્નલ લગાડાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપી છે.

થોડા સમય પહેલા બંગાળની ખાડી માંથી પણ એક ભયંકર વાવાઝોડાએ જન્મ લીધો હતો. જે વાવાઝોડાનું નામ “અમ્ફ્ન” હતું. આ વાવાજોડા આવવાની સાથે લાખો લોકોના સ્થળાંતરની તૈયારીઓ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. અને જયારે આ વાવાઝોડું ઓરિસ્સા અને પક્ષીમ-બંગાળમાં આવ્યું ત્યારે ત્યાં ખુબ જ ભયંકર પરિસ્થતિ સર્જાણી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *