Makar Sankranti 2024: ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ લોકોને હરખનો કોઈ પાર રહેતો નથી.પરંતુ હિન્દૂ ધર્મમાં ઉત્તરાયણનું અલગ જ મહત્વ રહેલું છે.આ દિવસે ગ્રહોના દેવતા સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે શિયાળુ સંક્રાંતિની સાથે મહિનાના અંત અને લાંબા દિવસની શરૂઆત થવાનો સંકેત મળવા લાગે છે. મકરસંક્રાંતિ( Makar Sankranti 2024 )નો દિવસ સૂર્ય દેવને સમર્પિત હોય છે તેથી આ દિવસે સૂર્ય દેવની પૂજા અને વ્રતનું વિધાન છે.એ જ કારણથી આ પર્વનું નામ મકરસંક્રાંતિ પડયું છે. આ સમયે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે અને એવી માન્યતા છે કે આ દિવસે દાન-પુણ્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ વખતે સંક્રાંતિ 14 જાન્યુઆરીએ રાત્રિએ થઈ રહી છે. એટલે, દાન-ધર્મ માટેનો શ્રેષ્ઠ દિવસ 15 જાન્યુઆરી, રવિવારે રહેશે.
ઉતરાયણના દિવસને લઇ એવી ધાર્મિક માન્યતા છે કે, મકરસંક્રાંતિ પર દાન અને દાન સિવાય કેટલીક ખાસ વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો આ અહેવાલમાં જાણીશું કે, મકરસંક્રાંતિના દિવસે શું કરવું અને શું ન કરવું?
સૌ પ્રથમ તો મકરસંક્રાતિના દિવસે ભૂલથી પણ આ કામ ન કરવું જોઈએ
મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ રાતથી બચેલું કે વાસી ભોજન ન ખાવું. આ કારણે તમારી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જાનું વર્ચસ્વ રહે છે. મકરસંક્રાંતિના દિવસે ખીચડી ખાવાની પરંપરા છે. આ દિવસે ખીચડી અને તલનું સેવન કરવું જોઈએ.
મકરસંક્રાંતિના દિવસે તામસિક ભોજન ન કરવું જોઈએ એટલે કે લસણ, ડુંગળી અને માંસથી દૂર રહેવું. તેમજ આ દિવસે મસાલેદાર ખોરાકથી દૂર રહેવું જોઈએ.
મકરસંક્રાંતિના દિવસે કોઈ ગરીબ કે નિરાધાર વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિએ ખાલી હાથે ઘરે પાછા ન ફરવું જોઈએ.
મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ નશાનું સેવન ન કરો. દારૂ, સિગારેટ, ગુટકા વગેરેનું સેવન ન કરવું જોઈએ.
મકરસંક્રાંતિ એ પ્રકૃતિની ઉજવણી કરવાનો તહેવાર છે. આ દિવસે ઘરની અંદર કે બહાર કોઈ પણ વૃક્ષને કાપવું નહીં.
મકરસંક્રાંતિના દિવસે વ્યક્તિએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. કોઈના પર ગુસ્સો ન કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ.
મકરસંક્રાંતિના દિવસે સ્નાન કર્યા વિના ભોજન ન કરવું જોઈએ. મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે.
જરૂરિયાતમંદ વ્યક્તિનું અપમાન ન કરવું જોઇએ
માન્યતા અનુસાર મકરસંક્રાંતિના દિવસે ગરીબોને દાન આપવાથી વ્યક્તિની તમામ મનોકામનાની પૂર્તિ થાય છે. તો, સાથે જ એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે, આ દિવસે ભૂલથી પણ કોઇ ગરીબ વ્યક્તિને પરેશાન ન કરવા જોઇએ. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિનું અપમાન ન કરવું જોઇએ. આ પ્રકારના કાર્યોની આપના જીવન પર નકારાત્મક અસર થઈ શકે છે. ગરીબોને પરેશાન કરવાથી ક્યારેય તમને ઇશ્વરના આશીર્વાદ પ્રાપ્ત નહીં થઈ શકે ! આ દિવસે જો તમારા ઘરે કોઇ માંગનાર વ્યક્તિ કે ભૂખ્યો માણસ આવે તો તેને ખાલી હાથે ક્યારેય પાછો ન મોકલવો જોઇએ.
મકરસંક્રાંતિના દિવસે શું કરવું જોઈએ
મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પૂજા કરો. તેની સાથે જ સૂર્યદેવને જળ પણ અર્પણ કરવું જોઈએ.
મકરસંક્રાંતિના દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ દિવસે તલ, ગોળ અને ખીચડીનું દાન કરવું શુભ છે.
મકરસંક્રાંતિના દિવસે પિતૃઓને પ્રસાદ ચઢાવવો શુભ માનવામાં આવે છે. આ દિવસે તર્પણ કરવાથી ઘરમાંથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે.
પવિત્ર નદીમાં સ્નાન કરવું
મકરસંક્રાંતિએ ગંગા જેવી કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખૂબ માહાત્મ્ય રહેલું છે. તેમાં સ્નાન કરવાથી આપના સમસ્ત પાપોનો અંત આવે છે અને આપની સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય છે. મકરસંક્રાંતિના દિવસની શરૂઆત જ પવિત્ર નદીમાં સ્નાનથી કરવી જોઇએ. જો તમે પવિત્ર નદીમાં સ્નાન કરવા બહાર નથી જઇ શકતા, તો તમારે ઘરમાં રહેલ ગંગાજળનો ઉપયોગ આપના સ્નાનના પાણીમાં કરવો જોઇએ.
સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો
મકરસંક્રાંતિના દિવસે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. સૂર્યને જળ અર્પણ કરતા સમયે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. યાદ રાખો, સૂર્યને જળ અર્પણ કરતી વખતે તે જળમાં કુમકુમ અને કાળા તલ અવશ્ય ઉમેરવા.
ખીચડીનું દાન કરો
મકરસંક્રાંતિના દિવસે મુખ્યરૂપે દાળ અને ચોખાથી બનેલી ખીચડીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે જો તમે ખીચડી બનાવીને ગરીબોને દાન કરો છો અને સાથે જ ખીચડીનું સેવન કરો છો તો તમારા જીવન માટે તે ખૂબ શુભદાયી બની રહેશે. આ દિવસે ખીચડી આરોગવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખીચડીના દાનની સાથે આપના સામર્થ્ય અનુસાર ધનનું દાન કરવું જોઇએ. જો તમે અનાજનું દાન કરી રહ્યા હોવ તો તેના માટે કાળા તલ અને જવ શ્રેષ્ઠ દાન છે.
મકરસંક્રાંતિનો શુભ સમય
મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી 2023 ના રોજ રાત્રે 08:43 વાગ્યે શરૂ થશે પરંતુ ઉદયતિથિ અનુસાર, આ વખતે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી 2023 ના રોજ જ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિના દિવસે પુણ્યકાળ અને મહાપુણ્યકાળ દરમિયાન સ્નાન અને દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ વખતે પુણ્યકાલ મુહૂર્ત 15 જાન્યુઆરીએ સવારે 06:47 વાગ્યે શરૂ થશે અને સાંજે 05:40 વાગ્યે સમાપ્ત થશે. મહાપુણ્યકાળ સવારે 07:15 થી 09:06 સુધી ચાલશે.
આ મંત્રોથી ભગવાન સૂર્ય પ્રસન્ન થશે
ॐ घृणिं सूर्य्य: आदित्य:
ॐ ह्रीं ह्रीं सूर्याय नमः
ॐ सूर्याय नम:
ॐ घृणि सूर्याय नम:
ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा
ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:
ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube