મકરસંક્રાંતિનાં પરમ પવિત્ર દિવસે આટલી વસ્તુઓનું દાન કરવાંથી થશે સૂર્યદેવની કૃપાથી થશે મોક્ષપ્રાપ્તિ

Published on: 3:55 pm, Wed, 13 January 21

ભારતમાં અનેકવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાંનો એક તહેવાર એટલે મકરસંક્રાંતિ. ગુરુવારનાં રોજ એટલે કે, 14 જાન્યુઆરીનાં રોજ મકરસંક્રાંતિનાં પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન પોષ મહિનાના સુદ પક્ષની એકમ એટલે કે, પહેલી તિથિએ 9 કલાકના પુણ્યકાળનો સંયોગ બની રહ્યો છે.

કાશીના જ્યોતિષાચાર્ય પંડીત ગણેશ મિશ્રના જણાવ્યા મુજબ ગુરુવારના રોજ અધિપતિ દેવ ગુરુ છે. ગુરુના અધિપત્યમાં આવતાં શિક્ષા તથા ધર્મ સાથે સંબંધિત લોકો માટે આ સમય શુભ રહેશે. મકર સંક્રાંતિનો સંયોગ બનતો હોવાંથી સંક્રાંતિનું પુણ્ય સવારમાં 8-32 વાગ્યાથી લઈને સાંજનાં 5-45 વાગ્યા સુધીનું રહેશે.

સવારમાં ઉત્તરાયણ થઇ રહેલાં સૂર્યની પૂજા, નદીમાં સ્નાન, દેવ દર્શન તેમજ દાન કરવાથી વિશેષ પુણ્ય ફળ મળશે. જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા મુજબ મકર સંક્રાંતિનું વાહન સિંહ, ઉપ વાહન હાથી હોવાને લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પરાક્રમ વધશે.

દેશની અર્થવ્યવસ્થામાં સુધારો આવશે. આ વખતે એક સંયોગ એવો પણ બની રહ્યો છે કે, સંક્રાંતિ દેવ વર્ણની છે. જેને કારણે દેશમાં ધાર્મિક ગતિવિધિઓમાં વધારો થશે. બધા ધામોમાં એકબીજાની સાથે તાલમેલ જળવાયેલું રહેશે. આમ, આજનો દિવસે દાન કરવાંથી ખુબ પુણ્ય મળશે.

માતા ગાયત્રીની આરાધના માટેનો સૌથી શ્રેષ્ઠ સમય :
મકર સંક્રાંતિને તલ સંક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસનું સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઇ જાય છે તથા દેવતાઓનો પ્રાતઃકાળની પણ શરૂઆત થાય છે. સત્યવ્રત ભીષ્મ પિતામહ પણ બાણની શૈય્યા ઉપર રહીને મૃત્યુ માટે મકર સંક્રાંતિની રાહ જોઇ હતી.

એવી માન્યતા રહેલી છે કે, ઉત્તરાયણ સૂર્યમાં મૃત્યુ થયા બાદ મોક્ષ મળવાની શક્યતામાં વધારો થઈ જાય છે. આ દિવસથી પ્રયાગમાં કલ્પવાસની પણ શરૂઆત થાય છે. ધર્મગ્રંથોમમાં માતા ગાયત્રીની ઉપાસના કરવાં માટે આના કરતાં વધુ સારો અન્ય કોઇ સમય નથી તેવું જણાવવામાં આવી રહ્યું છે.

તલ-ગોળ અને વસ્ત્ર દાનથી પુણ્ય ફળ મળે છે :
આ વખતે સંક્રાંતિ દેવીના હાથમાં નાગકેસરનું ફૂલ રહેશે. જેને કારણે એવાં સંકેત મળે છે કે, દેવી આરાધના કરવાંથી ખુબ ફાયદો થશે. આ વર્ષે રાજનીતિમાં ગતિવિધિઓ ઝડપી થશે. તલ, ગોળ તથા કપડાનું દાન કરવાથી અશુભ ગ્રહોની ખરાબ અસર ખુબ ઓછી થશે. વર્ષ 2017 તથા વર્ષ 2018માં પણ 14 જાન્યુઆરીએ જ મકર સંક્રાંતિ હતી. હવે 2021 અને 2022માં પણ 14 જાન્યુઆરીનાં રોજ જ મકર સંક્રાંતિની ઊજવણી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle