હવે ઘરેબેઠા જ બનાવો ‘ચોકલેટ લાવા કેક’ -જુઓ રેસીપી

જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો તો તમે ઘરે ચોકલેટ લાવા કેક બનાવી શકો છો. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેને બનાવવામાં…

જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો તો તમે ઘરે ચોકલેટ લાવા કેક બનાવી શકો છો. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેને બનાવવામાં વધુ સમય લાગતો નથી. આવો જાણીએ ચોકલેટ લાવા કેક કેવી રીતે બનાવવી.

ચોકલેટ લાવા કેક બનાવવા માટેની સામગ્રી-
1 કપ ડાર્ક ચોકલેટ, 100 ગ્રામ માખણ, 100 ગ્રામ આઈસિંગ સુગર, અડધો કપ મેંદાનો લોટ

‘ચોકલેટ લાવા કેક’ કેવી રીતે બનાવવી
આ માટે, પહેલા ઓવનને 200 ડિગ્રી પર પ્રીહિટ કરવા માટે ચાલુ કરો. ત્યારપછી ચોકલેટ અને બટરને પેનમાં અલગ-અલગ પીગળીને બાઉલમાં કાઢી લો. પછી તેમાં ખાંડ ઉમેરી આ મિશ્રણને બીટ કરો.  હવે મિક્સરમાં મેંદાનો લોટ ઉમેરો.

તેને સારી રીતે મિક્સ કરો જેથી કોઈ ગઠ્ઠો ના રહે. હવે આ મિશ્રણને બટર કોટેડ કેક ટ્રેમાં મૂકો પછી ચોકલેટના ટુકડાને મધ્યમાં મૂકો અને તેને હળવા હાથે અંદરની તરફ દબાવો. ધ્યાનમાં રાખો કે, તેને કુલ 20 મિનિટ માટે બેક કરવા દો અને પછી તેને ગરમાગરમ સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *