સમોસાનું નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. સમોસાનો સ્વાદ તેમાં રહેલ મસાલામાં હોય છે. જો સમોસાનો મસાલો જ સ્વાદિષ્ટ ના હોય તો સમોસામાં ટેસ્ટ નથી આવતો. ઘણીવાર લોકો ઘરે જ બહાર જેવા ટેસ્ટી સમોસા બનાવવા માંગતા હોય છે. પરંતુ, બહાર જેવો ટેસ્ટ નથી આવતો તેનું કારણ હોય છે ટેસ્ટી મસાલો. જો તમે બહાર જેવા જ ટેસ્ટી સમોસા તમારા ઘરે જ બનાવવા માંગતા હોય તો આ ટિપ્સ સાથે બનાવો ટેસ્ટી મસાલો.
જરૂરી સામગ્રી:
4 બાફેલા બટાકા
અડધો કપ બાફેલા લીલા વટાણા
જીરુ અડધી ચમચી
કાધાણાના બીજ અડધી ચમચી
સમારેલા 2 ઝીણા લીલા મરચા
આદુનુ પેસ્ટ 1 ચમચી
અડધી ચમચી લાલ મરચુ
1 ચમચી આમચૂર
અડધી ચમચી ગરમ મસાલો
1 ચમચી ધાણાજીરુ
1 ચમચી વરિયાળી
ઝીણા સમારેલા ફુદીનાના પાન
ઝીણા સમારેલા લીલા ધાણા
સ્વાદમુજબ મીઠુ અને તળવા માટે તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ બાફેલા બટાકાને છોલીને મિક્ષ કરી દો. ધીમા તાપે કઢાઈમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમા જીરુ, સુકા ધાણાના બીજ, આદુ મરચાની પેસ્ટ નાખીને ફ્રાય કરો. ત્યારબાદ કઢાઈમાં બાફેલા લીલા વટાણા, લાલ મરચાનો પાવડર, ગરમ મસાલો, ધાણા જીરુ અને આમચૂર નાખીને મિક્સ કરીને 2 મિનિટ સુધી ફ્રાય કરો.
વટાણા અને મસાલો શેકયા પછી તેમા મસળેલા બટાકા અને મીઠુ નાખીને મિક્ષ કરો. હવે મસાલાને 3 થી 4 મિનિટ સુધી ધીમા તાપ પર ગરમ થવા દો પછી ગેસ બંધ કરી દો. ત્યારબાદ એક વાસણમાં મેંદો ચાળી લો પછી તેમા અજમો, ઘી અને થોડુ મીઠુ નાખીને સારી રીતે મિક્ષ કરીને પાણીથી લોટ બાંધી લો. ત્યારબાદ લોટને 15-20 મિનિટ માટે એક ભીના કપડાથી ઢાંકીને મુકી દો.
હવે મેંદાના લૂઆ બનાવીને તેને ગોળ વણીને પૂરી બનાવો. ત્યારબાદ ચપ્પુથી પુરીને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. અડધી પૂરીના ઉપરના ભાગમાં આંગળીઓ વડે પાણી લગાવો અને તેનો કોન બનાવી લો. કોન બનાવ્યા પછી તેમા સમોસાનો મસાલો ભરો. કિનારા પર પાણી લગાવીને કોન બંધ કરો. એક કઢાઈમાં 3 મોટા ચમચા તેલ ગરમ કરો અને ધીમા તાપ પર સમોસાને હલકા બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ તમે ગરમા ગરમ સમોસા સર્વ કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.