શું તમારી પાસે પણ રંગોથી રંગોળી બનાવવાનો સમય નથી? તો આ રીતે માત્ર 5 મિનિટમાં બનાવો રંગોળી

દિવાળી પર ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવે છે. ઘરમાં રંગબેરંગી લાઈટો લગાવવામાં આવે છે. શોપીસનો ઉપયોગ થાય છે. ઘણા લોકો દિવાળીના દિવસે રંગોળી પણ બનાવે છે.પરંતુ ઘણીવાર લોકો ઘરના કામમાં અને મહેમાનમાં એટલા બધા વ્યસ્ત થઇ જતા હોઈ છે કે તે લોકો પાસે રંગોળી બનવવા માટે પૂરતો સમય હોતો નથી ત્યારે આજે અમે તમને ખુબ જ સરળ અને જલ્દી બની જય તેવી ફૂલોથી રંગોળી(Make flower rangoli in 5 minutes) કઈ રીતે બનાવવી તે બતાવવા જઈ રહ્યા છીએ. આ રંગોળી બનાવવાથી તમારો સમય પણ બચશે અને તમારું ઘર પણ શુશોભિત લાગશે.

દિવાળી પર ફૂલોની રંગોળી ખૂબ જ સુંદર લાગે છે, તમે આ રીતે અનેક રંગોના ફૂલોથી રંગોળી બનાવી શકો છો.જો દિવાળી પર રંગોળી બનાવવાનો સમય ન હોય તો તમે ફૂલોથી પણ ઝટપટ રંગોળી બનાવી શકો છો. મેરીગોલ્ડ ફૂલો અને પાંદડાઓની રંગોળી ખૂબ જ સુંદર લાગે છે.

તમે મેરીગોલ્ડના ફૂલો અને માળામાંથી સુંદર રંગોળી(Make flower rangoli in 5 minutes) પણ બનાવી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે તમારા કોઈપણ પાણીના પોટનો પણ ફુલોની રંગોળી માટે ઉપયોગ કરી શકો છો. દિવાળી માટે આ ખૂબસૂરત રંગોળીની ડિઝાઇન ખૂબ જ સિમ્પલ છે. જેને આપ ગલગોટાના ફુલો અને ગુલાબથી સજાવી શકો છો. જે યુનિક અને આકર્ષક લૂક આપશે.માત્ર ગલગોટાના ફુલોની માળાથી પણ આપ રંગોળી બનાવી શકો છો. આ બનાવવા માટે 5 મિનિટ જ લાગે છે અને ખૂબસૂરત લૂક પણ આપશે.

દીવાળી સહિતના શુભ અવસરે અશોકના પાન કે આંબાના પાનનો ઉપયોગ શુભ મનાય છે. આપ ગલગોટાના ફુલ અને પાનથી પણ રંગોળી બનાવી શકો છો.ઘરની એન્ટ્રી પાસે કે પૂજાના સ્થાન પર ફુલોની રંગોળી ખૂબ જ યુનિક લૂક આપે છે. આ ડિઝાઇન જોવામાં ખૂબ જ સુંદર લાગે છે.ફૂલની ફૂલની રંગોળી વાળવી વધુ આસાન છે. આ ફૂલને તમારા ઘરના કૂંડા કે ગાર્ડનમાં નાંખી દો. આમ કરવાથી એ જમીનની ફળદ્રુપતા વધશે અને ઘરમાં હકારાત્મકતાનો સંચાર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *