ગઝબની ટ્રિક્સ: ફોનમાં કરી લો આ નાનું સેટિંગ્સ, ભૂલથી પણ નહીં આવે Spam Calls

Spam Calls: સ્પામ કૉલ્સ સતત વધી રહ્યા છે. દરરોજ ઓછામાં ઓછા 4 થી 5 બિનજરૂરી કોલ આવે છે. ક્યારેક બેંક લોન તો ક્યારેક વીમો. તમામ પ્રકારના કોલ પરેશાન (Spam Calls) કરે છે. ઘણા લોકો Truecaller એપની મદદથી કોલ આવ્યા બાદ નંબર બ્લોક કરી દે છે. પરંતુ પછી નવા નંબર પરથી કોલ આવવા લાગે છે. આવી સ્થિતિમાં સમસ્યા પૂરી થવાનું નામ નથી લેતી. આ સમસ્યાના ઉકેલ માટે TRAIએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને આદેશ જારી કર્યો છે. તેમણે કંપનીઓને વપરાશકર્તાઓ માટે DND સેવા શરૂ કરવા કહ્યું છે.

સરકારે DND સેવાને ખૂબ જ સરળ બનાવી છે. DND સેવા બે રીતે શરૂ કરી શકાય છે. એક SMS અને બીજો CALL.આ બે સરળ રીતે DND સેવા ચાલુ કરી શકાય છે..

SMS દ્વારા DND સેવા કેવી રીતે એક્ટિવ કરવી
– SMS કરવા માટે તમારે મેસેજિંગ એપ પર જવું પડશે.
– START 0 ટાઈપ કરવાનો રહેશે અને 1909 પર મેસેજ મોકલવાનો રહેશે.
આમ કરવાથી DND સેવા સક્રિય થઈ જશે.

કોલ કરીને DND સેવા કેવી રીતે એક્ટિવ કરવી
– ડાયલર એપ ખોલો.
– 1909 પર કૉલ કરો.
– તમારે કેટલીક સૂચનાઓનું પાલન કરવું પડશે.
આ કર્યા પછી, DND સેવા સક્રિય થઈ જશે.

તો આ રીતે તમે DND સેવા શરૂ કરીને બિનજરૂરી કોલ્સ બંધ કરી શકો છો.