Viral Video: આજકાલ દરેક વ્યક્તિ રીલના દિવાના છે. રાતોરાત પ્રખ્યાત થવાનો આ એક સરળ રસ્તો લાગે છે. જેમ જેમ રીલ બનાવનારોની સંખ્યા વધી રહી છે તેમ તેમ સ્પર્ધા પણ વધી રહી છે. તેથી જ કેટલાક લોકો વિવિધ પ્રકારની રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ખતરનાક રીલ્સ બનાવીને તેમના હાથ-પગ ભાંગી ગયા છે. આવા લોકોના (Viral Video) સમાચાર દરરોજ આવતા રહે છે. રેલ્વેના પાટા પર ઊભા રહીને, પહાડની ટોચ પર જતા… એક તરફ એવા લોકો છે જેઓ આવી રીલના ચક્કરમાં જીવ ગુમાવે છે, તો બીજી બાજુ એવા લોકો છે જેઓ રીલ્સ બનાવવાના ધંધામાં માર ખાય છે. ત્યારે આજે એક એવા જ યુવકની મુજરા કરતી રીલ્સ સામે આવી છે.
યુવકે બ્રા પહેરીને રીલ બનાવતા મેથીપાક મળ્યો
એક યુવકને રીલ્સના ચક્કરમાં મેથીપાક મળ્યો છે આ ઘટના હરિયાણાના પાણીપતમાં બની છે. ભરચક બજારમાં એક યુવકે એવું કર્યું જેને જોઈને ભલભલા તેનું માથું પકડી લેશે. આ યુવકે મહિલાઓના અન્ડરવેર એટલે કે બ્રા પહેરીને રીલ બનાવી! પહેલા લોકોને લાગ્યું કે તે પાગલ છે.
પછી ખબર પડી કે તે રીલ બનાવી રહ્યો છે. આ જોઈને મહિલાઓએ ભારે શરમ અનુભવી. લોકોને આ અશ્લીલ પણ લાગ્યું હતું. જે બાદ લોકોએ તેને ઘેરી લીધો અને તેને ખરાબ રીતે માર્યો. ખબર નથી કે તેની રીલ વાયરલ થઈ કે નહીં. પરંતુ યુવકને માર મારવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
માર મારતા લોકોનો વિડીયો થયો વાયરલ
યુવક બ્રા અને ચણીયો પહેરીને ડાન્સ કરી રહ્યો હતો, જ્યારે લોકોએ તેને માર માર્યો, આ વીડિયોમાં જોઈ શકાય છે. તેણે આવુ કરતાની સાથે જ લોકો એકઠા થઈ ગયા અને તેને ચપ્પલ વડે માર માર્યો. યુવકે માફી માંગી અને તેને છોડી દેવા વિનંતી કરી, પરંતુ લોકોએ છોડ્યો નહીં. આ બધું વીડિયોમાં જોઈ શકાય છે.
इन छापरी टाइप लोगों ने देश को समझ क्या रखा है ।
जहां चाहते हैं वहां गंद फैला रखी है ।
इन्हें शर्म नहीं आती ये क्या चाहते हैं।
केवल रील के लिए जैसा चाहे वैसा नंगापन फैला रखा है ।
इनके साथ कड़ी कानूनी कार्रवाई होनी चाहिए।
देश एक समाज है और समाज में विकृति पर बर्दाश्त नहीं… pic.twitter.com/wzV6c9Si4K
— Manvendra Pandav (@ManvendraPandav) November 26, 2024
આ અગાઉ રીલ્સના ચક્કરમાં લોકોએ ગુમાવ્યા જીવ
થોડા દિવસો અગાઉ ધોધની વચ્ચે ઉભા રહીને રીલ બનાવતી વખતે એક પરિવાર પૂરમાં વહી ગયો હતો, જેનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં, અનવી કંબર નામની 27 વર્ષની છોકરી રીલ બનાવવા માટે કારને રિવર્સ કરતી વખતે 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી અને તેનું મૃત્યુ થયું. રીલ્સનું આ વ્યસન જીવલેણ બની રહ્યું છે, પરંતુ યુવા પેઢી તેની અવગણના કરી રહી છે. એક તરફ આમ થઈ રહ્યું છે તો બીજી તરફ આવી અશ્લીલ રીલ બનાવીને લોકોને માર મારવાના બનાવો પણ બની રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App