ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Gujarati superstar Malhar Thackeray)ની નવી ફિલ્મ (Film)ની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. મલ્હાર ઠાકર(Malhar Thackeray) અને પૂજા ઝવેરી(Pooja Zaveri) અભિનીત ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ ટૂંક જ સમયમાં રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મ નીરજ જોશી દ્વારા દિગ્દર્શિત(Directed by Neeraj Joshi) છે. નીરજ જોશી જેમણે વિશ્વભરના ગુજરાતીઓને 3 ગુજરાતી હિટ ફિલ્મો આપી છે અને ટૂંક સમયમાં રીલીઝ થવાની છે એ ફિલ્મ ગુજરાતી સાયન્સ ફિક્શન, કૌટુંબિક મનોરંજન ફિલ્મ છે.
આ ફિલ્મમાં ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને જાણીતી અભિનેત્રી પૂજા ઝવેરી સિવાય 100થી વધારે શાળાનાં બાળકો એ કામ કર્યું છે. નીરજ જોશી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના એક વ્યક્તિ વિશેની કહાની છે, જે રાજ્યની વર્તમાનમાં છેલ્લી બાકી રહી ગયેલી ગુજરાતી માધ્યમની શાળાઓમાંની એકમાં જોડાવાનો પડકાર સ્વીકારે છે.
તેઓ વિશ્વને સાબિત કરવા માંગે છે કે, માતૃભાષા સાથે હંમેશાં ટકી રહેવા માટે પડકારો આવતા હોય છે, પરંતુ જો તમે તમારાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવીન શિક્ષણ કૌશલ્યોનો ઉપયોગ કરો છો અને જો તમે તમારાં મૂળ સાથે જોડાયેલાં રહો તો તમે મોટાં ધ્યેયો હાંસલ કરી શકો છો. તેઓ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવીને આ સાબિત કરવા માગે છે.
રીપોર્ટ અનુસાર, આ ફિલ્મમાં મલ્હાર ઠાકર વિજ્ઞાન શિક્ષકની ભૂમિકામાં જોવા મળશે. તેમનું આ રૂપ પહેલી વાર જોવું દર્શકો માટે ચોક્કસથી રસપ્રદ રહેશે. આ ફિલ્મમાં ગુજરાતી ભાષા વિશે ખૂબ જ ખાસ સંદેશ આપવામાં આવ્યા છે અને દિગ્દર્શક નીરજ જોશીએ સાયન્સ ફિક્શન જોનર દ્વારા ખૂબ જ સારી રીતે તેમના વિઝનને સ્ક્રીન પર રજૂ કર્યું છે. આ ફિલ્મનું સંગીત પહેલેથી જ સુપર હિટ છે. ‘કોઈ મને પ્રેમ શીખવાડો’ આ ગીત આદિત્ય ગઢવી દ્વારા ગાવામાં આવ્યું છે. જે શ્રોતાઓને ખુબ જ પસંદ આવી રહ્યું છે. સિદ્ધાર્થ અમિત દ્વારા ગવાયેલું બીજું ટ્રેક ‘કુતૂહલ’ બાળકો માટે ખાસ વિઝ્યુઅલ ટ્રીટ છે. આ ફિલ્મમાં સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.