હાલમાં સમગ્ર વિશ્વ ચીનના વુહાન શહેરમાંથી આવેલ કોરોના વાયરસ સામે જ્જુમી રહ્યું છે, ત્યારે હવે બીજી એક નવી બીમારી સામે આવી રહી છે. આ નવા રોગને બ્રુસેલોસિસ, માલ્ટા અથવા ભૂમધ્ય તાવ કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોને આ રોગનો ચેપ લાગ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રસી ઉત્પન્ન કરનારા સરકારી બાયોફર્માસ્ટીકલ પ્લાન્ટમાં લિક થયા પછી આ રોગ ફેલાયો છે. ગાંસુ પ્રાંતની રાજધાની લાન્ચોના આરોગ્ય આયોગે જણાવ્યું છે કે, લગભગ 30 લાખ લોકોની વસ્તીવાળા લાંઝોઉમાં 3,245 લોકો બ્રુસેલોસિસ (Brucellosis) વાઈરસથી સંક્રમિત હોવાનું નિદાન થયું છે.
માલ્ટા રોગના લક્ષણો:
આરોગ્ય પંચના જણાવ્યા અનુસાર, આ રોગ પ્રાણીઓના સંપર્કમાં આવવાને કારણે થાય છે.
આ રોગ પ્રાણી અથવા પ્રાણી ઉત્પાદનોના ઉપયોગને કારણે થઈ શકે છે.
આ રોગના લક્ષણોમાં માથાનો દુખાવો, સ્નાયુઓ અને સાંધાનો દુખાવો, તાવ અને થાક જેવા લક્ષણો જોવા મળે છે.
ચેપથી કોઈનું મોત નથી થયું
હજી સુધી આ ચેપથી કોઈનું મૃત્યુ થયું નથી, અને લગભગ 22,000 લોકોનું સ્કેનીગ કર્યા પછી 1,401 લોકો આ રોગથી સંક્રમિત મળી આવ્યા છે, જેના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. ચીનના આરોગ્ય અધિકારીઓ કહે છે કે, આ ચેપ માણસોથી માણસોમાં ફેલાતો નથી.
યુએસ સીડીસીએ કહ્યું – કેટલાક લક્ષણો લાંબા સમય સુધી રહી શકે છે
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, આ રોગની ઘટનામાં, કેટલાક લક્ષણો દર્દીમાં લાંબા સમય સુધી રહી શકે છે જ્યારે કેટલાક એવા લક્ષણો હોઈ શકે છે જે સંપૂર્ણ રીતે જતા નથી, જેમ કે સંધિવા અથવા કોઈપણ અંગ પર સોજો વગેરે. ચીનના વહીવટીતંત્રને જાણવા મળ્યું છે કે, બાયોફર્માસ્ટિકલ પ્લાન્ટ સમાપ્ત થતાં જીવાણુનાશકોનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે, બ્રુસેલોસિસ એ 1980 ના દાયકામાં ચીનમાં એક સામાન્ય રોગ હતો, જોકે પછીથી તેમાં ઘટાડો થયો. સીડીસી મુજબ, રોગ કોવિડ જેવો નથી. એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ચેપ લાગતો નથી. મોટાભાગના લોકો જે આ રોગની પકડમાં આવે છે તે ખરાબ ભોજન કરતા હોય છે અથવા શ્વાસ દરમિયાન બેક્ટેરિયાથી ચેપ લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en