હાલમાં વિરપુરમાંથી એક કરુણ ઘટના સામે આવી રહી છે કે, જ્યાં એક મામાએ પોતાના જ ભાણેજની હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં ભાણેજના મામી સાથે અનૈતિક સંબંધોની જાણ મામાને થતાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ રાજકોટ જિલ્લાનાં વીરપુર તાલુકામાં આવેલ કેરાળી ગામની સીમના એક કુવામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
વીરપુર પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. મળી રહેલ જાણકારી પ્રમાણે વીરપુરમાં આવેલ કેરાળી ગામના વજુભાઇ ભીખાભાઇ બાલધાની વાળીમાં છેલ્લા 4 વર્ષથી ભરૂચ જિલ્લામાં આવેલ વાલિયા તાલુકાના રહેવાસી એવા 25 વર્ષીય નિલેશ રણછોડ વસાવા તથા તેની પત્ની કૈલાશ બંને ખેત મજુરી કરતા હતા.
આની સાથે તેમની એમનો 3 મહિનાનો પુત્ર સાથે રહેતા હતો. 27નવેમ્બરે નિલેશ તેના ઘરેથી ગૂમ થયો છે તેવી ફરિયાદ નિલેશની પત્ની કૈલાશે વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના આધારે વીરપુર પોલીસે તપાસ કરતા નિલેશનો મૃતદેહ થોડે નજીક આવેલ રણછોડભાઈ વેલજીભાઇ રામોલીયાના ખેતરના કુવામાંથી મળી આવી હતી.
વીરપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. વીરપુર પોલીસે નિલેશના મોબાઈલના કોલ ડીટેલ પરથી ઊંડી તપાસ કરતા નિલેશની હત્યા તેના જ પાસેના ખેતરમાં રહીને ખેત મજૂરી કરતા તેના કૌટુંબિક મામા વિનુ દીપસિંહ વસાવાએ કરી હોવાનું સામે આવ્યું હતું. વીરપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યાના ગુનામાં વિનુ દીપસિંહ વસાવાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શા માટે મામાએ કરી ભાણેજની હત્યા ?
નિલેશના મોબાઈલમાંથી ઘણીવાર એક જ મોબાઈલ નંબર પરના કોલ અને લોકેશન વગેરેને લઈ વીરપુર પોલીસે ઊંડી તપાસ કરતા આ મોબાઈલ નંબર કોઈ મહિલાનો હોવાનું જાણવા મળ્યું હતું. આગળ તપાસ કરતા આ નંબર તેની બાજુમાં કામ કરતા તેના કૌટુંબિક મામા વિનુ દીપસિંહ વસાવાની પત્નીના હતા.
જયારે આ બાબતે વીરપુર પોલીસે ઊંડી તપાસ કરતા હત્યાનો સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ભાણેજની હત્યા કરનાર મામા વિનુને જાણ થઈ હતી કે, તેની પત્નીને તેના કૌટુંબિક ભાણેજ નિલેશ સાથે પ્રેમ સબંધ રહેલો છે, જેથી મામાએ તેના ભાણેજને મોતને ઘાટ ઉતારવા માટે નક્કી કરી લીધું હતું.
કેવી રીતે મામાએ કરી ભાણેજની હત્યા ?
મામા વિનુ દીપસિંહ વસાવાને જાણ થઈ કે, ભાણેજને મામીની સાથે પ્રેમ સબંધ રહેલો છે ત્યારે મામાએ ભાણેજ નિલેશની હત્યા કરવાં માટે જ્યાં રહેતો ત્યાંથી નજીક આવેલ રણછોડભાઈ વેલજીભાઇ રામોલીયાની વાળીએ બોલાવ્યો હતો. ત્યાં તેની સાથે દારૂ પીને દારૂના નશામાં ચૂર કરી દીધો હતો.
દારૂના નશામાં ચૂર નિલેશ જયારે ભાન ભૂલી ગયો ત્યારે મામાએ પોતાનું કંશનું રૂપ દેખાડીને ભાણેજને ખેતરમાં આવેલ કુવામાં ધક્કો મારી દીધો હતો. જેને લઇ નિલેશ કુવામાં પડીને મૃત્યુ પામ્યો હતો. હાલમાં તો કંશ મામો વિનુ દીપસિંહ વસાવા પોલીસની હિરાસતમાં છે તેમજ ભાણેજ નિલેશના સંતાન તથા પત્ની વિલાપ કરી રહ્યાં છે.