ગટરનું ઢાંકણું ખોલવા જતા એવી દુર્ઘટના સર્જાઈ કે ત્રણ યુવકોના થયા દર્દનાક મોત, જાણો સમગ્ર ઘટના

હાલમાં એક ભૂગર્ભ ગટર યોજનાની ઉભરાતી ગટરનું ઢાંકણું ખોલવા જતાં એક સાથે બે યુવાનનાં સ્થળ પર જ મૃત્યુ થયું હતું જયારે એકને સારવાર અંગે લઇ…

હાલમાં એક ભૂગર્ભ ગટર યોજનાની ઉભરાતી ગટરનું ઢાંકણું ખોલવા જતાં એક સાથે બે યુવાનનાં સ્થળ પર જ મૃત્યુ થયું હતું જયારે એકને સારવાર અંગે લઇ જતી વખતે મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ત્રણ યુવાનના કરૂણ મોત નિપજતાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

રાત્રે 9:30 વાગ્યા આજુબાજુ ગટરનું ઢાંકણ ખોલવા ગયેલા રોહિત દાદુ વસાવતનો પગ લપસી જતાં તેઓ ગટરની કુંડીમાં પડી જતાં ઝેરી ગેસની અસર તેમજ પાણીમાં ડૂબી જવાથી બેભાન થઈ ગયા હતા.

અંદર પડી ગયેલા બે વ્યક્તિને બહાર કાઢવા ધર્મેશ અને સંજય પણ કુંન્ડીમાં જતાં બેભાન થઈ ગયો હતો અને તેઓને બચાવવા માટે લોકોએ કુંડીમાંથી બહાર કાઢ્યા ત્યારે જાણવા મળ્યું કે, ધર્મેશ, સંજય વસાવા, રોહિત રાજુ વસાવાના સ્થળ પરજ મોત થયા હતા. જ્યારે સોમ નાનજી વસાવાને સારવાર માટે રીફર કરતાં રસ્તામાં મોત નીપજ્યું હતું.

અ કરુણ ઘટનાને લઈને નગરજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. બીજી તરફ ચૂંટણીની મતગણતરી થયા બાદ વિજેતા ઉમેદવારો દ્વારા પણ તાલુકા મથકે બેન્ડવાજા વગાડવામાં આવ્યા નહોતાં હતા. સાદાઈથી વિજયને વધાવ્યો હતો. આ સમગ્ર ઘટના ડેડીયાપાડાના પંચાયત વિસ્તારમાં સર્જાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *