ભાણીએ ભાગીને લગ્ન કર્યા તો ગુસ્સે થયેલ મામાએ રિસેપ્શનમાં કર્યું એવું કે…

Maharashtra Crime News: મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાંથી એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. જ્યાં એક વ્યક્તિએ અચાનક પોતાની ભાણીના લગ્નના રિસેપ્શનમાં (Maharashtra Crime News) ઘૂસી ગયો. અહીંયા તેણે મહેમાનો માટે તૈયાર કરવામાં આવેલ ભોજનમાં ઝેર ભેળવી દીધું હતું. પોલીસે બુધવારના રોજ જણાવ્યું કે આરોપી ભાણીના લગ્નના વિરોધમાં હતો એટલા માટે તેણે હરકત કરી હતી.

ખાવામાં ઝેર ભેળવી થઈ ગયો ફરાર
જોકે સારી વાત એ હતી કે કોઈએ પણ આ ખોરાક લીધો ન હતો અને મામલો સામે આવ્યા બાદ તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં આરોપી ફરાર છે. સમાચાર પત્રોના અનુસાર પોલીસે જણાવ્યું કે આ ઘટના મંગળવારના રોજ પંહાલા તાલુકાના ઉટ્રે ગામમાં બની હતી, ત્યારબાદ કેટલાક લોકોએ આરોપીને પકડી પાડ્યો હતો પરંતુ તે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો.

મામાના ઘરે જ મોટી થઈ હતી ભાણી
પંહાલા પોલીસ સ્ટેશનના અધિકારી મહેશએ જણાવ્યું કે અમે આ વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે, જેની ઓળખ છોકરીના મામા મહેશ પાટીલના રૂપે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ છોકરીનો ઉછેર આરોપીના ઘરે જ થયો હતો.

ભાણીએ ગામના યુવક સાથે ભાગીને કર્યા લગ્ન
આરોપીની ભાણી હાલમાં જ ગામના એક વ્યક્તિ સાથે ભાગી ગઈ અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. જોકે મામા પાટીલને આ પસંદ આવ્યું ન હતું એટલા માટે તેને મંગળવારે છોકરીના લગ્નના રિસેપ્શન સમારોહમાં જઈને મહેમાનોને પીરસાનારા ભોજનમાં જઈ ઝેર મેળવી દીધું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે તે ભોજનમાં ઝેર મેળવી રહ્યો હતો તો આજુબાજુ રહેલા લોકોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને તેને પકડી પાડ્યો ત્યારબાદ તે ભાગવામાં સફળ રહ્યો હતો.

ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા સેમ્પલ
અધિકારીએ જણાવ્યું કે અમે તેની વિરુદ્ધ ધારા 286, 125 અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો અંતર્ગત કેસ નોંધ્યો છે. તેને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પોલીસે જણાવ્યું છે કે આ ખોરાક કોઈએ લીધો ન હતો. જેમાં આ પદાર્થ ભેળવવામાં આવ્યો હતો અને તેને ફોરેન્સિક લેબમાં મોકલી દેવામાં આવ્યો છે.