મામા યુવતી સાથે એકાંત માણી રહ્યા હતા અને ભાણેજે જોયું તો તેમની જ પ્રેમિકા નીકળી અને પછી…

દાહોદ જીલ્લામાં મુવાલિયા ગામે તળાવમાંથી એક યુવકની હત્યા કરીને મળી આવેલ લાશના મુદ્દે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે ગણતરીના સમયમાં જ આ હત્યાના ભેદને…

દાહોદ જીલ્લામાં મુવાલિયા ગામે તળાવમાંથી એક યુવકની હત્યા કરીને મળી આવેલ લાશના મુદ્દે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે ગણતરીના સમયમાં જ આ હત્યાના ભેદને ઉકેલી નાખ્યો હતો અને હત્યા કરનાર ભાણેજને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં મામા અને ભાણેજ બંને એક જ યુવતીના પ્રેમમાં હતા. આ બાબતને લઈને બંને વચ્ચે તકરાર અને બોલાચાલી થતા ભાણેજે જ પોતાના મામાની હત્યા કરી નાખી હતી.

મળતી માહિતી અનુસાર, ગઈ કાલના રોજ મુવાલિયા ગામના તળાવની અંદરથી ગલાલીયાવાડના શ્યામ બુધારામ પારગીનો મૃતદેહ તળાવના પાણીમાંથી મળી આવ્યો હતો. અંગે મૃતકના પિતાએ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

પોલીસે નોંધવામાં આવેલ ફરિયાદના આધારે તપાસ કરતા મૃતક શ્યામનો ભાણેજ અવાર નવાર તેમના મામાના ઘરે ગલાલીયાવાડ ગામે અવાર નવાર આવતો જતો હતો અને તે આ ગામની એક યુવતીના પ્રેમમાં હતો. જયારે આ જ યુવતી સાથે તેમના મામાને પણ પ્રેમસબંધ હતા. મામા આ યુવતી સાથે એકાંત માણી રહ્યા હતા, ત્યારે ભાણેજે જોયું તો તેમની જ પ્રેમિકા નીકળી. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો.

આ માહિતીને કારણે પોલીસ દ્વારા ભાણેજની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કડકાઈ રીતે પૂછપરછ કરતા પોતે જ હત્યા કરી હોય તેવું કબુલ કર્યું હતું. ભાણેજે કબુલ કરતા કહ્યું હતું કે બંને એક જ યુવતીના પ્રેમસબંધમાં હતા જેમને લીધે બંને વચ્ચે બોલાચાલી અને તકરાર થઇ હતી. ત્યાર બાદ ભાણેજે પોતાના જ મામાની હત્યા કરવા માટે પ્લાન ઘડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *