મમતા બેનરજી રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં કરશે પ્રવેશ, આ રાજ્યમાંથી ચુંટણી લડવાની કરશે મંગલ શરૂઆત

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવીને હવે બંગાળના સીએમ અને ટીએમસીના પ્રમુખ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવાની તૈયારી શરૂ કરી દીધી છે. સીએમ મમતા બેનર્જીની પાર્ટીએ હવે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવાની તૈયારી શરૂ કરી દીધી છે. રાષ્ટ્રીય રાજકારણમાં ટીએમસીની વ્યૂહરચના નક્કી કરવા શુક્રવારે પ્રશાંત કિશોર અને મમતા બેનરજીએ ત્રણ કલાક બેઠક યોજી હતી.

પ્રશાંત કિશોર શુક્રવારે બપોરે લગભગ 3 કલાક સુધી મમતા બેનરજીના ઘરે રોકાયા હતા અને આગળની રણનીતિ નક્કી કરવા માટે લાંબી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, આગામી સપ્તાહે ટીએમસીની જિલ્લા કક્ષાની સંસ્થામાં મોટા ફેરફારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખરેખર, ટીએમસીમાં એક વ્યક્તિની એક પોસ્ટની નીતિને આગળ અમલમાં લાવવા માટે ટીએમસીના સંગઠનને ફક્ત જિલ્લા કક્ષાએ જ ફેરબદલ કરવામાં આવશે. જ્યાં મોટાભાગના એવા નેતાઓની બદલી કરવામાં આવશે જેમની પાસે એક કરતા વધુ પોસ્ટ છે.

આટલું જ નહીં રાષ્ટ્રીય રાજકારણમાં ટીએમસીની વ્યૂહરચના અંગે બંને વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. ટીએમસીએ વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા પછી જ તેના ઇરાદા સ્પષ્ટ કર્યા છે કે હવે મમતા બેનરજી રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવવા ઇચ્છુક છે.

ટીએમસી દ્વારા પ્રશાંત કિશોર સાથે મળીને એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જે આ મહીને અથવા તો આગામી મહિનામાં જાહેર કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર ટીએમસી પોતાના રાષ્ટ્રીય સફરની શરૂઆત ત્રિપુરાથી કરવાનું ઈચ્છે છે અને એવા રાજ્યોમાં પણ ચુંટણી લડવા ઈચ્છે છે. જ્યાંથી તે આગળ વધવાની ઈચ્છા દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *