નાગરિકતા સંશોધન કાયદાને લઈ પશ્ચિમ બંગાળમાં છેલ્લા પાંચ દિવસથી ભારે હિંસા ચાલી રહી છે ત્યારે આ બધા વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું અને વિરોધ કર્યો હતો.
તૃણમૂલ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી રેલીમાં હાજર રહેલા મમતા બેનર્જીએ કોમી સંવાદિતા તેમનું મુખ્ય ઉદ્દેશ હોવાનું જણાવીને તેઓ પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગુ નહીં થવા દે એવું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કેન્દ્રની મોદી સરકારના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સૂત્રનું પણ ઉપરાણું લીધું હતું.
મમતા બેનર્જીએ તેઓ રાજ્યમાં નાગરિકતા સંશોધન કાયદાને લીલી ઝંડી નહીં આપે તેવી સ્પષ્ટતા કરી હતી. સાથે જ એનઆરસી અને નાગરિકતા કાયદાને ગેરબંધારણીય પણ ગણાવ્યા હતા. રેલીના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં રસ્તા રોકવાની અને ટ્રેન રોકવાની ઘટનાઓ બની હતી. જો કે, મમતા બેનર્જીએ લોકોને કાયદાની મર્યાદા રાખી પ્રદર્શન કરવા વિનંતી કરી હતી.
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં મમતા બેનર્જી કોલકાતાના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ટીએમસીના કાર્યકરો પણ ભારે સંખ્યામાં ઉપસિૃથત રહ્યા હતા.‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સૂત્રને નિશાન પર લેતા મમતા બેનર્જીએ જણાવ્યું કે, ‘અહીં માત્ર ભાજપ બચે અને બાકીના બધા જતા રહે તે ભાજપની રાજનીતિ છે. પરંતુ તે કદી શક્ય નહીં બને. ભારત બધાનું છે. જો સૌૈનો સાથ નહીં રહે તો સૌનો વિકાસ કેવી રીતે થશે? નાગરિકતા કાયદો શા માટે છે?’
નાગરિકતા સંશોધન કાયદા અંગેના વિરોધને યોગ્ય ઠેરવતાં મમતા બેનર્જીએ જણાવ્યું કે, ‘પહેલા હું એકલી તેના વિરોધમાં હતી. આજે દિલ્હીના મુખ્યમંત્રીએ પણ પોતે તેને મંજૂરી નહીં આપે તેવી જાહેરાત કરી છે.
બિહારના મુખ્યમંત્રીએ પણ પોતે એનઆરસીને રાજ્યમાં મંજૂરી નહીં આપે તેમ કહેલું. હું તેમને કહેવા માંગીશ કે તેઓ નાગરિકતા સંશોધન કાયદાને પણ અમાન્ય રાખે. મધ્ય પ્રદેશ, પંજાબ, છત્તીસગઢ અને કેરળના મુખ્યમંત્રીએ પણ આવું કહ્યું છે અને બધાએ આ કહેવું જોઈએ.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.