મામાના નાક નીચે ભણીયાએ મામીને બનાવી ગર્ભવતી, ખરાખરીના ખેલ થતા મોતને ઘાટ ઉતારી ફરાર થયો ભાણિયો

સુરત(ગુજરાત): સુરત(Surat)ના ઉધના(Udhana) રેલવે યાર્ડ(Railway yard) નજીક 22 માર્ચે ટ્રક નંબર 7 અને 8 વચ્ચે એક મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ(Police)…

સુરત(ગુજરાત): સુરત(Surat)ના ઉધના(Udhana) રેલવે યાર્ડ(Railway yard) નજીક 22 માર્ચે ટ્રક નંબર 7 અને 8 વચ્ચે એક મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ(Police) ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં મૃતક મહિલા ગર્ભવતી(Pregnant) હોવાનું સામે આવ્યું છે. મહિલાની હત્યા કરીને લાશ અહીં ફેંકી દેવામાં આવી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા ગુનાનો ભેદ પાર પાડવા સુરત, નવસારી, વાપી વલસાડ સહિત વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મૃતક મહિલાની હાજરી ઉધના રેલ્વે સ્ટેશને સતત બે દિવસ એક અજાણ્યા ઇસમ તથા એક નાની બાળકી સાથે દેખાઈ હતી. જેથી પોલીસ દ્વારા આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન, મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી યુવતીને એકલી છોડીને ભાગી ગયો હતો.

પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને અંજામ આપી આરોપી બિહાર ભાગી ગયો હોવાની બાતમી પોલીસને મળી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ટીમ બિહાર મોકલી હતી અને બિહારમાંથી આરોપી લાલુકુમાર અજયકુમાર બિંદની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તેની ધરપકડ કરીને સુરત લાવી હતી.

પોલીસ તપાસમમાં જાણવા મળ્યું છે કે, લાલુ અને મામી રીટા વચ્ચે શારીરિક સબંધ બંધાતા રીટાને 8 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. બાદમાં મામીને પોતાના પતિના ઘરે મોકલવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. રોજના ઝગડાથી કંટાળીને લાલુએ તેને મારી નાખવાની યોજના બનાવી. લાલુ રીટાને મેમુ ટ્રેનમાં વલસાડથી ઉધના રેલવે સ્ટેશન લઈ આવ્યો હતો. જ્યાં તેમણે બે દિવસ સુધી રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારનો પ્રવાસ કર્યો હતો.

બાદમાં ફરી ઉધના રેલવે સ્ટેશન પર બંને વચ્ચે કોઈને કોઈ વાતને લઈ ઝગડો થયો હતો. જેથી કંટાળી જઇ આખરે લાલુ રીટાને લઈ ઉધના યાર્ડમાં લઇ ગયો હતો અને ત્યાં જ ગળું દબાવી તેની કરપીણ હત્યા કરી ભાગી છૂટ્યો હતો. હાલ તો રેલવે પોલીસ દ્વારા આરોપી લાલુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેવુ રેલવે ડીવાયએસપી બીએ ચૌધરીએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *