તમે અનેક પ્રેમ કહાની સાંભળી હશે. પણ લોકડાઉનમાં મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં એક અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. અહીં ભાણેજને પોતાની સગી મામી સાથે પ્રેમ થઈ ગયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે ભાણેજના પ્રેમમાં પાગલ મામી ભાણેજના ઘરે રહેવા જતી રહી. મામીને જ્યારે ખબર પડી કે, પોતાને પોલીસ શોધી રહી છે, તો એવુ પગલુ ભર્યુ કે, હાલ હોસ્પિટલમાં દાખલ છે.
માહિતી અનુસાર, મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના ચરથર ગામમાં રહેતો યુવક ગ્વાલિયરમાં બિરલાનગર સ્થિત રહેતા પોતાના મામાના ઘરે આવતો. આ દરમિયાન તેને મામી સાથે અફેયર થયું. મામી સાથે 6 વર્ષથી અફેયર ચાલતુ હતું. બંને એક બીજાને ખૂબ ચાહતા હતા. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.
6 વર્ષના પ્રેમ સંબંધમાં મામી અને ભાણેજ વચ્ચે અનેક વાર શારીરિક સંબંધો બંધાયા હતા. આ બંનેના પ્રેમની નિશાની તરીકે મામીએ એક બાળકને જન્મ પણ આપ્યો હતો. મામાને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે મારપીટ ચાલુ કરી. પણ આ બંનેનો પ્રેમ તૂટ્યો નહીં. પ્રતિબંધ હોવા છતાં પ્રેમ તેમી મંઝિલ સુધી પહોંચ્યો.
યુવકના ઘરે પહોંચેલી મામીને જ્યારે જાણ થઈ કે, પોલીસ તેને શોધવા આવી રહી છે, ત્યારે મામીને લાગ્યુ કે, તે ભાણેજથી દૂર થઈ જશે એટલે જુદાઈનો ડર સહન ન થઈ શકતો હોવાથી ચાકુ દ્વારા પોતાનું ગળુ કાપી નાખ્યું. પ્રેમિકા બાદ પ્રેમીએ પણ હાથની નસ કાપી નાખી. ત્યાર બાદ પરિવારના સભ્યોએ બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ બંનેનો હાલ જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યાં મામીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news