પૂણા પોલીસે રૂ.1000 અને રૂ.500ની ચલણી નોટો સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે. તેની પાસેથી મળેલી રદ થયેલી ચલણી નોટોનું મૂલ્ય રૂ.99.97 લાખ જેટલું છે. પૂણા પોલીસ આ અંગે તેની પૂછપરછ કરી રહી છે.
મુંબઈથી લકઝરી બસમાં સુરત આવેલા કતારગામના વિનોદભાઈ શાહને પૂણા પોલીસે નિયોલ પાટીયા પાસે ચેકીંગ દરમિયાન ઝડપી લીધા હતા. તે રદ થયેલી ચલણી નોટો સુરતમાં મહેશભાઈ નામના વ્યક્તિને આપવાનાં હતા. પૂણા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. રદ થયેલી ચલણી નોટો ઝડપાતા તે સંદર્ભે આયકર વિભાગને પણ જાણ કરવામાં આવી છે.