Indian Nurse Attacked In US: અમેરિકામાં ભારતીયો પર થઈ રહેલા હુમલાઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે. આનો વધુ એક કિસ્સો ફ્લોરિડામાં સામે આવ્યું, જેમાં ભારતીય મૂળની (Indian Nurse Attacked In US) એક નર્સ પર પામ્સ વેસ્ટ હોસ્પિટલમાં નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના કારણે ફ્લોરિડામાં રહેતી ઈન્ડિયન કમ્યુનિટીમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે. ફ્લોરિડામાં અત્યારે હેલ્થકેર વર્કર્સને એક્સ્ટ્રા સિક્યોરિટી મળે એની પણ માગ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 66 વર્ષીય લીલામ્મા લાલ પર દર્દી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો, એના લીધે તેમના ચહેરા પર ગંભીર ઈજા પહોંચી છે અને ફ્રેક્ચર થઈ ગયું છે.
અમેરિકામાં ભારતીય મૂળની હેલ્થ કેર વર્કર પર હુમલો
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અમેરિકામાં ભારતીય મૂળની હેલ્થ કેર વર્કર પર હુમલો કરનાર વ્યક્તિનું નામ સ્ટીફન સ્કેન્ટલબરી હતું. તેની ઉંમર 33 વર્ષની હતી. ઈન્વેસ્ટિગેટરે જણાવ્યું કે 33 વર્ષીય હુમલાખોરે ન માત્ર ભારતીય મૂળની નર્સ પર હુમલો કર્યો પરંતુ તેના ભારતવંશી હોવાની વાત પર ટોણા માર્યા અને અપશબ્દો પણ બોલ્યા હતા. અત્યારે અમે આરોપી વિરૂદ્ધ સેકન્ડ ડિગ્રી મર્ડર અને હેટ ક્રાઈમનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી દીધી છે.
સેફટીનો મુદ્દો વધુ ગરમાયો
ફ્લોરિડામાં ભારતીય મૂળની નર્સ પર હુમલાની ઘટના પછી તો હેલ્થ કેર વર્કર્સની સેફટીનો મુદ્દો વધુ ગરમાયો છે. એટલું જ નહીં તેમની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી યોગ્ય પગલાં ભરાય અને આરોપીને કડક સજા થાય એના માટે એક પિટિશન પણ ફાઈલ કરી દેવામાં આવી છે. જેમાં અત્યારસુધી 9500 લોકોએ સિગ્નેચર કરી દીધા છે. આ પિટિશન ફાઈલ કરનારા હેલ્થ કેર એડવોકેટ ડો.શેરિલ થોમસ-હરકુમે જણાવ્યું કે હું લીલાની પરિસ્થિતિ સમજી શકું છું, તે નિઃસહાય અનુભવી રહી હશે. હું જ્યારે તેની કારકિર્દી તરફ નજર કરું છું ત્યારે મને એક સ્વાભિમાની મહિલા કર્મચારી જોવા મળે છે. જેણે પોતાનું આખુ જીવન દર્દીઓની સારસંભાળમાં સમર્પિત કરી દીધું છે. પ્રામાણિકતાથી લોકોની સેવા કરીને પોતાની કારકિર્દીમાં આગળ વધી રહેલી આ મહિલા હેલ્થકેર વર્કરની આવી દયનીય હાલત મારાથી નથી જોઈ શકાતી.
આવી ઘટના દિવસેને દિવસે વધી રહી છે
થોમસે વધુમાં કહ્યું કે અત્યારે અમેરિકામાં હેલ્થકેર વર્કર્સ પર હુમલાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. અહીં એક નહીં અનેક એવા દર્દીઓ સારવાર માટે આવે છે, જેઓ સમજે છે કે નર્સ કે હેલ્થકેર વર્કરનું અપમાન કરવામાં કઈ ખોટું નથી. તેમને અપશબ્દો બોલવા અને પ્રતાડિત કરવામાં એમને જરાય પણ ખચકાટ અનુભવાતો નથી. હું જો મારુ અનુભવ જણાવું તો મારી સમક્ષ સપ્તાહમાં એક આવો કિસ્સો આવી જ જાય છે.
અન્ય દેશના લોકોમાં પણ ભય
ધ ઈન્ડિયન નર્સિસ એસોસિએશન ઓફ સાઉથ ફ્લોરિડાએ જણાવ્યું કે આ ઘટનાક્રમથી ભારતીયમૂળના બીજા જેટલા પણ હેલ્થકેર વર્કર્સ હશે તેમનામાં ભય પ્રસરી ગયો છે. તેમને પોતાના બેકગ્રાઉન્ડને લઈને સતત ચિંતા થતી રહેતી હોય છે કે, કાલે ઉઠીને કોઈપણ વ્યક્તિ અમારા પર જીવલેણ હુમલો કરી શકે છે. આ મુદ્દો ગંભીર એટલા માટે છે, કારણ કે હેલ્થ કેર વર્કર્સને પ્રોટેક્ટ કરવા માટે કોઈપણ સ્પેસિફિક રૂલ નથી. ડો.મંજુ સેમ્યુઅલે પણ આ મુદ્દાની ગંભીરતા સમજાવી હતી. તેમણે પણ કહ્યું હતું કે હેલ્થ કેર વર્કર્સની સુરક્ષાને લઈને લો મેકર્સ સુધી વાત પહોંચાડવી જોઈએ. લોકલ લો મેકર્સને આ અંગે માહિતગાત કરી દેવામાં આવ્યા છે.બ્રાયન મસ્ટની ટીમે પણ હેલ્થ કેર વર્કર્સની સુરક્ષાનો જે મુદ્દો છે એને સમર્થન આપ્યું હતું. થોમસે વધુમાં ઉમેર્યું કે લોકેએ હેલ્થકેર વર્કર્સને પણ એવું જ સન્માન આપવું જોઈએ જેવું અન્ય પ્રોફેશનલ્સ કે પછી ઉચ્ચ સ્તરીય અધિકારીઓને મળે છે.
માનસિક અસ્થિરતાને કારણે હુમલો કર્યો: પત્ની અને વકીલ
આ ઘટના બાદ કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપીની પત્ની મેગન સ્કેન્ટલબરીએ દાવો કર્યો હતો કે હુમલાના થોડા દિવસો પહેલા તેનો પતિ ભય ભારે બેચેની અનુભવી રહ્યો હતો અને તેને કોઇવાતનો ભય હોય તેવું પણ લાગી રહ્યું હતું. તેણે કહ્યું કે આરોપીને એવો ભ્રમ હતો કે કોઈ તેની જાસૂસી કરી રહ્યું છે.જો કે આરોપીએ તેની પત્ની અને પડોશીઓ પર પણ આમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ તેના વકીલે દલીલ કરી હતી કે આરોપીએ ભારતીય મૂળની મહિલા પર વંશીય ભેદભાવને કારણે નહીં, પરંતુ માનસિક અસ્થિરતાને કારણે હુમલો કર્યો છે.આ સાથે જ આરોપીએ સ્વીકાર કર્યો હતો કે તેણે હમણાં જ એક ભારતીય ડૉક્ટરને ખૂબ જ માર માર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App