લિવ-ઇનમાં બોયફ્રેન્ડ સાથે રહેતી યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો- યુવકે એવી હાલત કરી કે… લોહીના આંસુએ રડી પડ્યો પરિવાર

Man Killed Live-In Partner With Pressure Cooker: 24 વર્ષીય યુવતીને તેના બોયફ્રેન્ડ દ્વારા પ્રેશર કુકર વડે નિર્મમ હત્યા(Man Killed Live-In Partner) કરી હોવાની હિચકારી ઘટના…

Man Killed Live-In Partner With Pressure Cooker: 24 વર્ષીય યુવતીને તેના બોયફ્રેન્ડ દ્વારા પ્રેશર કુકર વડે નિર્મમ હત્યા(Man Killed Live-In Partner) કરી હોવાની હિચકારી ઘટના સામે આવી રહી છે. આરોપી પ્રેમીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના શનિવારે સાંજે બેગુર વિસ્તારમાં બની હતી. વધુ પડતું લોહી વહી જવાને કારણે યુવતીનું મોત થયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, કેરળના રહેવાસી વૈષ્ણવ અને દેવી છેલ્લા ત્રણ વર્ષથી બેંગલુરુમાં રહેતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 24 વર્ષીય આરોપીને તેની ગર્લફ્રેન્ડ પર શંકા હતી કે, તે તેની સાથે છેતરપિંડી કરી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી સીકે ​​બાબાએ જણાવ્યું કે, તેઓ લિવ-ઈન પાર્ટનર હતા. બંને કેરળના રહેવાસી છે.

વૈષ્ણવ દેવી પર હતી શંકા 
તેણે કહ્યું કે, આરોપી યુવકને યુવતી પર  શંકા હતી. જેના કારણે અવાર-નવાર બને વચ્ચે ઝગડો પણ થતો હતો. શનિવારે પણ એવું જ થયું. તેમની વચ્ચે ઝઘડો થયો, ત્યારબાદ આરોપી પ્રેમીએ યુવતીને કૂકર વડે માર મારીને તેની હત્યા કરી નાખી. આરોપી વૈષ્ણવની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે. બેગુર પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બેગુરના માઈકો લેઆઉટમાં બની હતી. એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ વૈષ્ણવ અને યુવતી ત્રણ વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને છેલ્લા બે વર્ષથી સાથે રહેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બંને કોલેજમાં સાથે ભણ્યા હતા અને સેલ્સ અને માર્કેટિંગ સેક્ટરમાં કામ કરતા હતા. પોલીસે જણાવ્યું હતું કે, તેમાંથી કોઈએ અગાઉ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.

યુવતીની બહેને બંનેને સમજાવતાં તેઓ ઘરે આવ્યા બાદ ફરી થયો હતો ઝઘડો 
પોલીસે જણાવ્યું કે, બને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવતા જ દેવીની બહેન કૃષ્ણાએ શનિવારે બંનેને પોતાના ઘરે બોલાવ્યા અને બંનેને શાંત પાડ્યા. ઘરે પાછા ફર્યા પછી તરત જ દેવી અને વૈષ્ણવ વચ્ચે ફરી ઝઘડો થયો. પોલીસે જણાવ્યું હતું કે, ગુસ્સામાં વૈષ્ણવે કથિત રીતે દેવીના માથા પર કુકર વડે માર માર્યો હતો, જેના પરિણામેયુવતીનું મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *