1 ઓક્ટોબરથી દેશભરમાં બદલાઇ જશે આ નિયમો, જાણી લેજો નહીંતર ખિસ્સા થઇ જશે ખાલી

Rules Change From 1ST October: દેશમાં દરેક મહિનાની પહેલી તારીખ બધા માટે ખૂબ જ ખાસ હોય છે. દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફારો થઈ શકે છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પણ પડે છે. હવે સપ્ટેમ્બર મહિનો પૂરો થવાનો છે અને ઓક્ટોબર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. ઓક્ટોબરમાં(Rules Change From 1ST October) પણ પહેલી તારીખથી ઘણા ફેરફારો થવાના છે.

તમારા માટે આ ફેરફારો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. અમે તમને આ ફેરફારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

2000ની નોટ ચાલશે નહીં
ભારતીય રિઝર્વ બેંક 2000 રૂપિયાની નોટો અંગે અપડેટ આપી શકે છે. 1 ઓક્ટોબરથી 2000 રૂપિયાની નોટ ચાલી શકશે નહિ. જો તમારી પાસે પણ રૂ. 2,000ની નોટ છે અને તેને બદલી નથી, તો 30 સપ્ટેમ્બર સુધીમાં દરેક રીતે બદલી કરાવી લો. સાથે જ એવું માનવામાં આવે છે કે RBI 1 ઓક્ટોબરે આ મામલે નવું અપડેટ પણ જારી કરી શકે છે.

CNG-PNG ભાવ
LPGની કિંમતની સાથે ઓઈલ કંપનીઓ દર મહિને CNG-PNGના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. એર ફ્યુઅલ (ATF) ની કિંમત પણ દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. આ વખતે પણ પહેલી તારીખમાં ફેરફાર જોવા મળે તેવી શક્યતા લાગી રહી છે. સાથે જ CNG-PNGની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે.

વિદેશ જવું મોંઘુ પડશે
જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો 1લી ઓક્ટોબરથી તે મોંઘુ થવા જઈ રહ્યું છે. 1 ઓક્ટોબરથી 7 લાખ રૂપિયાથી વધુના ટૂર પેકેજ માટે 5 ટકા TCS ચૂકવવા પડી શકે છે. જ્યારે 7 લાખ રૂપિયાથી વધુના ટૂર પેકેજ માટે 20 ટકા TCS પણ ચૂકવવા પડશે.

ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ નિયમો
ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ એક પ્રસ્તાવ મૂક્યો છે કે તમને તમારા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા પ્રીપેડ કાર્ડ માટે તમારા નેટવર્ક પ્રદાતાને પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે. હાલમાં, જ્યારે તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો, ત્યારે નેટવર્ક પ્રદાતા સામાન્ય રીતે કાર્ડ રજૂકર્તા નક્કી કરે છે. નિયમનકાર ઇચ્છે છે કે બેંકો 1 ઓક્ટોબર, 2023 થી બહુવિધ નેટવર્ક્સ પર કાર્ડ ઓફર કરે અને ગ્રાહકોને તેમના મનપસંદ કાર્ડ નેટવર્ક પસંદ કરવાનો વિકલ્પ પણ આપી શકે છે. આ વિકલ્પનો ઉપયોગ ગ્રાહક કાર્ડ અસ્તિત્વમાં હોય તે દરમિયાન અથવા પછી કોઈપણ સમયે કરી શકે છે.

નાની બચત યોજના બંધ થઈ જશે
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ જેવી નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારા લોકોએ 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં ફરજિયાતપણે તેમના પાન અને આધાર કાર્ડના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. સરકારી નોટિફિકેશન અનુસાર જો કોઈ રોકાણકાર આમ નહીં કરે તો તેનું એકાઉન્ટ 1 ઓક્ટોબરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *