ગધેડાને પોતાની પીઠ પર તેડી બસ ઉપર ચડ્યો આ પાકિસ્તાની શખ્સ- જુઓ વાયરલ વિડીયો

Published on: 3:15 pm, Thu, 24 November 22

અત્યાર સુધી તમે ગધેડા પર બેઠેલા માણસની કહેવત સાંભળી હશે. પરંતુ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે, એક ગધેડાએ માણસની પીઠ પર સવારી કરી હોય. જી હા, કળયુગમાં આ વાત પણ સાચી થઇ ગઈ છે. એક ગધેડાના એટલા ભાગ્ય ખુલી ગયા કે, તેને માણસની પીઠ પર સવાર થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આજના સમયમાં સોશિયલ મીડિયાની દુનિયામાં દરોરજ અનેક વિડીયો વાયરલ થાય છે, ત્યારે આજે પણ આવો જ એક ચોકાવનારો વિડીયો સામે આવ્યો છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક વ્યક્તિ ગધેડાને પીઠ પર લઈને બસમાં ચઢતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સ કોમેન્ટ બોક્સમાં ભાત ભાતની કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર પણ વાયરલ ખુબ થઈ રહ્યો છે.

આ આશ્ચર્યજનક વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બસમાં મુસાફરો સીટ માટે ઝડપથી ચઢી રહ્યા છે. કેટલાક મુસાફરો સીટ ન મળતા બસની છત પર ચઢી રહ્યા છે. પરંતુ તેવામાં જ એક માણસ તેના ગધેડા સાથે અહીં પહોંચ્યો. તે વ્યક્તિ તેના ગધેડાને પીઠ પર ઊંચકી સીડીની મદદથી બસની છત પર ચઢવાનું શરૂ કર્યું. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, તેણે ગધેડાને પીઠ પર ચડાવી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો પાકિસ્તાનનો છે. પરંતુ અમે તેની પુષ્ટિ કરતા નથી.

થોડીક સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. તેને @HasnaZarooriHai નામના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો છે. મોટાભાગના યુઝર્સ તેના પર હસતા ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે. સાથોસાથ વિડીયોને પસંદ કરી લાઈક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.