આ મામલો ભોપાલના હબીબગંજ પોલીસ સ્ટેશનનો છે. પોલીસ સ્ટેશન હેઠળ ભીમ નગરમાં રહેતા કૃષ્ણકુમાર દુબેએ એક ટેલર વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી. આ ફરિયાદ જોઇને ખુદ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.
ફરિયાદમાં અરજદાર કૃષ્ણકુમાર દુબેએ લખ્યું છે કે તેણે તેના પાડોશમાં એક શખ્સને ચડ્ડો બનાવવા માટે 2 મીટર કાપડ આપ્યું હતું, પરંતુ આ હોવા છતાં તેણે એક નાનો ટૂંકો ચડ્ડો સીવી દીધો. આ પછી, જ્યારે ટેલરે ચડ્ડો મોટો કરવાનું કહ્યું ત્યારે તેણે ના પાડી.
કૃષ્ણ કુમાર દુબેએ પોલીસ પાસે માંગ કરી છે કે તેમની ફરિયાદની અરજી સ્વીકારાય. ટેલર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થવી જોઈએ.
આ અંગે હબીબગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી રાકેશ શ્રીવાસ્તવે પત્રકારો ને જણાવ્યું હતું કે 16 જુલાઈએ કૃષ્ણ કુમાર દુબે નામના અરજદારે ટેલર વિરુદ્ધ લેખિત ફરિયાદની અરજી આપી હતી. અમે તેને કહ્યું હતું કે આવી ફરિયાદ અંગેની કાર્યવાહી પોલીસના અધિકારમાં આવતી નથી. તેથી, તેમની અરજી નામંજૂર કરતાં, તેમને કોર્ટમાં જવાનું કહેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news